IPL હરાજીમાં કોઈએ નહોતો ખરીદ્યો આ ભારતીય ક્રિકેટર, હવે ઈંગ્લેન્ડમાં બોલિંગ-બેટિંગથી મચાવી રહ્યો છે ધમાલ, જાણો વિગત
આઈપીએલ કરિયરમાં ઈશાંત અત્યાર સુધીમાં પંજાબ, કોલકાતા, ડેક્કન ચાર્જર્સ, પુણે અને હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી તરફથી રમી ચૂક્યો છે. જોકે, 2018 આઈપીએલ ઓક્શનમાં એકપણ ફ્રેન્ચાઇઝીએ તેને ખરીદવામાં રસ દાખવ્યો નહોતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસસેક્સ વતી રમી રહેલા ઈશાંતે લીસ્ટરશર સામે રમાયેલી મેચમાં પ્રથમ ઇનિંગમાં 66 રન બનાવ્યા. જે તેનો ક્રિકેટના કોઇપણ ફોર્મેટમાં સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને લિસ્ટ-એ બંનેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 31 રન હતો.
લંડનઃ આઈપીએલમાં અવગણના કરવામાં આવ્યા બાદ ભારતીય ક્રિકેટર ઈશાંત શર્માએ કાઉન્ટી ચેમ્પિયનશિપની પ્રથમ મેચમાં 5 વિકેટ લીધા બાદ બીજી મેચમાં બેટિંગથી કમાલ દેખાડ્યો હતો. જેના કારણે તે કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી શક્યો હતો.
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ઈશાંત શર્માએ 31 રન નોંધાવવાની સાથે ભારતના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ વીવીએસ લક્ષ્મણ સાથે પાર્ટનરશિપ કરીને ભારતને ભૂતકાળમાંં ટેસ્ટ મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
દિલ્હીનો આ ક્રિકેટર ત્રણ કલાકથી વધારે સમય ક્રીઝ પર ઉભો રહ્યો અને 141 બોલનો સામનો કર્યો. જેમાં છ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો.
ઈશાંત શર્માએ અડધી સદી નોંધાવવાની સાથે જ ડ્રેસિંગ રૂમમાં બેઠેલા ખેલાડીઓએ તેને વધાવી લીધો હતો. ઈશાંત શર્માનો સસેક્સ સાથે બે મહિનાનો કોન્ટ્રાક્ટ છે, પરંતુ જો ઈશાંત આ રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરશો રહેશે તો તેનો કોન્ટ્રાક્ટ વધારવામાં પણ આવી શકે છે.
સસેક્સે 6 રનના ગાળામાં ત્રણ વિકેટ ગુમાવવાના કારણે તેનો સ્કોર સાત વિકેટે 240 રન થઈ ગયો હતો અને સારી શરૂઆત બાદ ધબડકો થાય તેમ લાગતું હતું. ઈશાંત શર્મા આ સમયે ક્રિઝ પર આપ્યો અને માઇકલ બર્ગેસ સાથે આઠમી વિકેટ માટે 153 રનની પાર્ટનરશિપ કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -