Asia Cup 2018: ભારત-પાકિસ્તાનની મેચ જોવા ક્યા દેશના PM આવી શકે છે? જાણો વિગત
પાકિસ્તાને પોતાના પ્રથમ મેચમાં હોંગકોંગને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. હવે તે આજે ભારત વિરુદ્ધ મેદાને ઉતરશે. ભારત આ ટૂર્નામેન્ટમાં નિયમિત કેપ્ટન વિરાટની ગેરહાજરીમાં રમી રહ્યું છે. તેના સ્થાને રોહિત શર્મા આગેવાન કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈમરાન ખાન 80ના દાયકાના મધ્યથી 90ના દાયકાના શરૂઆતી વર્ષોમાં પાકિસ્તાન ટીમના કેપ્ટન હતા જ્યારે બંન્ને ટીમો વચ્ચે શારજાહમાં ઘણી મેચ યોજાઈ હતી.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત માટે રવાના થયા છે. બંન્ને દેશો વચ્ચે સંયુક્ત અરબ અમીરાતમાં 2006 બાદ પ્રથમ વખત ટક્કર થઈ રહી છે.
ઈમરાન ખાન પાકિસ્તાનના મહાન ક્રિકેટર અને કેપ્ટન રહ્યાં છે. તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના મુખ્ય સહાયક પણ છે. વડાપ્રધાન ઇમરાન ખાન ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં યોજાનારી એશિયા કપની મેચને જોવા જશે તેવું રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું હતું.
કરાચી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે રમાનારી મેચ જોવા માટે સ્ટેડિયમમાં હાજર રહી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -