ઉદઘાટન મેચમાં પહેલી ઓવર 40 વર્ષના લેગ સ્પિનર ઇમરાન તાહિરે નાંખી. આ સાથે જ એક અનોખો રેકોર્ડ પણ બની ગયો. એટલે કે તાહિર વર્લ્ડકપના 44 વર્ષના ઇતિહાસમાં ટૂર્નામેન્ટનો પહેલો બૉલ ફેંકનારો પહેલો સ્પિનર બની ગયો. તેના પહેલા બૉલનો સામનો ઇંગ્લિશ બેટ્સમેન જેસન રૉયે કર્યો હતો.
એટલું જ નહીં ઇમરાન તાહિરે મેચની પહેલી જ ઓવરના બીજા બૉલ પર ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જૉની બેયરર્સ્ટો (0)ની વિકેટ પણ લીધી હતી. બેયરર્સ્ટોને સ્ટમ્પની પાછળ ક્વિન્ટન ડી કૉકના હાથમાં ઝીલાવી દીધો હતો. માત્ર એક રનના સ્કૉર પર પહેલો ઝટકો લાગ્યો હતો.