ન્યૂઝીલેન્ડ પોલીસે ભારતીય ક્રિકેટ ટીમ વિરૂદ્ધ જાહેર કરી ‘ચેતવણી’! જાણો કેમ
બીજી વન ડેસમાપ્ત થયા બાદ ન્યૂઝીલેન્ડની ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ પોલીસે ફેસબુક પર ભારતીય ટીમની પ્રસંશા કંઈક અનોખી રીતે કરી હતી. પોલીસે પોતાના ઑફિશલ ફેસબુક એકાઉન્ટમાં લખ્યુ, ' દેશના પ્રવાસે આવેલી ભારતીય ટીમના કારનામાઓને ધ્યાનમાં રાખતા પોલીસ ચેતવણી જાહેર કરે છે. લોકોએ સીધા સાદા દેખાતા આ ક્રિકેટરોની સામે ફરકવું નહીં ખાસ કરીને જો તમારા હાથમાં બેટ કે બૉલ હોય તો આ પ્રવાસીઓથી દૂર રહેવું'.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારેત પાંચ વનડે મેચની સીરીઝના પહેલા બે મેચ જીતીને મેજબાન ન્યૂઝીલેન્ડ પર 2-0થી સરસાઈ મેળવી લીધી છે. આ બન્ને મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ એકતરફી જીત મેળવી છે. ત્યારે ન્યૂઝીલેન્ડ પોલીસે પણ પોતાની એક ફેસબુક પોસ્ટમાં કેન વિલિયમસનની કેપ્ટનશીપવાળી પોતાની ક્રિકેટ ટીમ પર કટાક્ષ કર્યો છે.
પોલીસે એવું પણ લખ્યું હતું કે પ્રત્ક્ષદર્શીઓએ મોનગાઈમાં આ માસુમોના હાથે ન્યૂઝીલેન્ડના લોકોને ખરાબ રીતે માર ખાતા જોયા હતા. જો તમને આ લોકો ક્યાંય પણ જોવા મળે તો વધારે સાવચેતી જાળવવી. પોલીસની આ પોસ્ટના સમર્થનમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર સ્કોટ સ્ટાયરીશે પણ પોસ્ટ કરી હતી અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટના વખાણ કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -