✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અંડર-19 વર્લ્ડકપમાં આ ગુજરાતી ખેલાડીઓનો રહ્યો છે દબદબો, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Feb 2018 02:16 PM (IST)
અંડર-19 વર્લ્ડકપમાં આ ગુજરાતી ખેલાડીઓનો રહ્યો છે દબદબો, જાણો વિગતે
1

સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અન્ડર-19 વિશ્વકપ 2008માં ઉપ કપ્તાન રહ્યા હતા. ત્યારે જાડેજાએ 6 મેચમાં 10 વિકેટ ઝડપી હતી. સાઉથ આફ્રિકા સામેની ફાઈલમાં પ્રારંભમાંજ અજિતેશ આર્ગલ અને જાડેજાએ દક્ષિણ આફ્રિકાની 22 રન પર ચાર વિકેટ ઝડપી હતી. જાડેજાએ બે વિકટો ખેરવી દીધી હતી. જાડેજાએ દક્ષિણ આફ્રિકાના ખતરનાક બેટ્સમેન હેન્ડ્રિક્સને આઉટ કર્યો હતો. જેણે ટીમને જીત અપાવવા મહત્વનું યોગદાન આપ્યું હતું.

2

મુળ ભાવનગરના વિકેટકીપર હાર્વિક દેસાઈએ હાલમાં રમાયેલા અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. હાર્વિક દેસાઇએ ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં અણનમ 47 રનની ઇનિંગ રમી ભારતને ચેમ્પિયન બનાવ્યુ હતું. ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં પણ હાર્વિક દેસાઇએ કેપ્ટન જેસન સાંગાનો શાનદાર કેચ પકડી દિલ જીતી લીધા હતા. હાર્વિક દેસાઇને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ છે.

3

અમદાવાદમાં જન્મેલા નિરજ પટેલે અંડર-19 વર્લ્ડકપ 2000માં કોલંબોમાં શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયા રમી રહી ત્યારે 179 રનના ટારગેટ સામે ભારતે કૈફ અને યુવરાજની વિકેટ ગુમાવી હતી. રિતેન્દ્ર સોઢી સાથે નીરજ પટેલે 12 ઓવરમાં 64 રન ઉમેરીને ટીમને વિજયની નજીક લાવી દીધી હતી. ત્યારે નીરજે બાઉન્ડ્રી ફટકારી અને ભારતે પ્રથમ વખત અંડર-19 વર્લ્ડકપ જીત્યો હતો.

4

વર્ષ 2012માં રમાયેલા અંડર-19 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી ત્યારે અમદાવાદના સ્મિત પટેલ અને રૂશ કલેરિયા ટીમમાં રમ્યા હતા. આ ફાઈનલ મેચમાં સ્મિત પટેલે વિનિંગ ચોગ્ગો ફટકારી ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. આ મેચમાં ભારતનો છ વિકેટ વિજય થયો હતો.

5

ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં પણ હાર્વિક દેસાઇએ કેપ્ટન જેસન સાંગાનો શાનદાર કેચ પકડી દિલ જીતી લીધા હતા. હાર્વિક દેસાઇને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ છે.

6

અમદાવાદ: ભારતીય ક્રિકેટમાં ગુજરાતી ખેલાડીઓન દબદબો હંમેશા જોવા મળ્યો છે. ભારતે ચોથી વખત અંડર-19 વર્લ્ડકપમાં વિજય મેળવ્યો છે. ચારેય વિશ્વકપની ફાઈનલમાં ગુજરાતી ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ વર્લ્ડકપની ફાઈનલમાં ગુજરાતી ખેલાડી હાર્વિક દેસાઈ વિનિંગ શોટ ફટકારી જીત અપાવી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • અંડર-19 વર્લ્ડકપમાં આ ગુજરાતી ખેલાડીઓનો રહ્યો છે દબદબો, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.