આગામી મેચમાં ફરી વિરાટ કોહલી સહિત સ્ટાર પ્લેયર્સને આપવામાં આવશે આરામ!
મીડિયા અહેવાલ અનુસાર વેસ્ટઇન્ડીઝ સીરીઝ દરમિયાન પણ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટ આગામી પ્લાન્સને લઈને એક વખત બેઠક કરશે. બીસીસીઆઈના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે, વિરાટને વિશ્વકપને ધ્યાનમાં રાખતા ફિટ રાખવા માટે ફરી આરામ આપવામાં આવી શકે છે. તેને આગામી વર્ષે રમાનાર વર્લ્ડ કપમાં બેસ્ટ કોમ્બિનેશનની શોધ તરીકે પણ જોવામાં આવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલ અનુસાર વિરાટ જ નહીં પરંતુ ટીમના અન્ય ખેલાડીઓને પણ વચ્ચે વચ્ચે આરામ આપવામાં આવશે કારણ કે ટીમ ઇન્ડિયાને વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધની સિરીઝ બાદ તરત જ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ અને ત્યાર બાદ પરત ફરીને ફરી ઓસ્ટ્રેલિયા-ઝિમ્બાબવે વિરૂદ્ધ મેચ રમવાના છે.
બીસીસીઆઈએ હાલની સીઝનમાં વધારે મેચની જાહેરાત કરવાની સાથે જ એ પણ કહ્યું હતું કે, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને રોટેશન પોલિસી અંતર્ગત રમાડવામાં આવશે જેથી ટીમ પર વધારે દબાણ ન પડે અને ખેલાડીઓના ફોર્મ અને ફિટનેસ જાળવી શકાય.
મીડિયા અહેવાલ અનુસાર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પણ આગામી વનડે મેચોમાં પણ આરામ આપવામાં આવી શકે છે. તમને જણાવીએ કે, હાલમાં જ કેપ્ટન કોહલીને ઇંગ્લેન્ડની લાંબી સીરીઝ બાદ એશિયા કપ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો. ઉપરાંત તે નિદહાસ ટ્રોફી અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ એકમાત્ર ટેસ્ટમાં પણ રમાડવામાં આવ્યા ન હતા. જેની ટીકા પણ થઈ હતી.
નવી દિલ્હીઃ હાલની સીઝનમાં સતત મેચ રમી રહેલ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે ફિટનેસ અને ફોર્મ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. ક્રિકેટની આગામી સૌથી મોટી ઇવેન્ટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બોર્ડ આ બધી જ વસ્તુનું ધ્યાન રાખી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -