IND v ENG: સીરિઝ હાર બાદ દિગ્ગજોએ લીધી ટીમ ઈન્ડિયાને આડે હાથ, જાણો કોણે શું કહ્યું
લંડનઃ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચ પૈકીની ચોથી ટેસ્ટમાં હાર સાથે જ ભારતીય ટીમે શ્રેણી પણ ગુમાવી દીધી છે. શ્રેણી હાર બાદ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીથી લઈ અનેક દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાને આડે હાથ લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ સ્પિનર મુરલી કાર્તિકે લખ્યું, આ હારને પચાવી શકવી મુશ્કેલ છે. કારણકે આપણે જીતી શકતા હતા. બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ બેટ્સમેનોએ સારી બેટિંગ ન કરી. જોકે ટીમ ઈન્ડિયાએ સારો પ્રયાસ કર્યો.
હર્ષા ભોગલેએ લખ્યું, દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝની જેમ આ સીરિઝ પણ ગુમાવી. દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડની ટીમ પહેલા જેટલી મજબૂત અને સક્ષમ નથી, પરંતુ કદાચ ટીમ ઈન્ડિયામાં પણ તે દમ નથી જે આપણે વિચારતા હતા.
સંજય માંજરેકરે લખ્યું, કોઈપણ એક ફેક્ટર હાર કે જીતનું કારણ નથી બનતી. પરંતુ આખરે મોઈન અલી અને અશ્વિન વચ્ચેના અંતરે બંને ટીમમાં સ્પષ્ટ તફાવત જણાઈ આવ્યો.
મોહમ્મદ કૈફે લખ્યું, સેમ કરને પ્રથમ ટેસ્ટમાં અને બાદમાં આ ટેસ્ટમાં બેટિંગથી કમાલ દેખાડ્યો. પરંતુ મોઇન અલીએ બંને ટીમો વચ્ચે ફરીથી અંતર વધારી દીધું.
આકાશ ચોપડાએ કહ્યું, નીચલા ક્રમના બેટ્સમેનોનો સહયોગ બંને ટીમો વચ્ચે આંખે વળગીને ઉડ્યો. ભારતના લોઅર મિડલ ઓર્ડર બેટ્સમેનોએ રન બનાવવા જોઈતા હતા પરંતુ તેમ ન થઈ શક્યું.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટ્વિટ કરીને એમ્પાયર ધર્મસેનાની પ્રશંસા કરતા લખ્યું, શાનદાર મેચ... પરંતુ ઈંગ્લેન્ડને અભિનંદન. વિરાટ કોહલીએ શાનદાર રમત દાખવી. પરંતુ મારા હિસાબે આ સ્થિતિમાં કુમાર ધર્મસેના બેસ્ટ એમ્પાયર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -