શમીને બોલ્ડ કરતાં જ એન્ડરસન સૌથી વધુ વિકેટ લેનારો ફાસ્ટ બોલર બન્યો, લિસ્ટમાં એક ભારતીય પણ છે, જાણો વિગત
ત્રીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝનો દિગ્ગજ બોલર કર્ટની વોલ્શ છે. વોલ્શે 132 ટેસ્ટમાં 519 વિકેટ ઝડપી છે.
ચોથા નંબર પર ભારતનો દિગ્ગજ પૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવ છે. કપિલ દેવે 131 ટેસ્ટમાં 434 વિકેટ લીધી છે.
36 વર્ષીય એન્ડરસને 2003માં ઝિમ્બાબ્વે સામે પ્રથમ ટેસ્ટ રમી હતી. એન્ડરસને 194 વનડેમાં 269 વિકેટ લીધી છે, જ્યારે 19 ટી20માં 18 વિકેટ ઝડપી છે.
ઓવલઃ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો 4-1થી પરાજય થયો હતો. ઓવલમાં મેચની ચોથી ઈનિંગ દરમિયાન ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને શમીને બોલ્ડ કરતાં જ ઈંગ્લેન્ડની ટીમે મેચ જીતી ગઈ હતી અને આ સાથે જ તેણે એક રોકોર્ડ પણ બનાવી દીધો હતો.
શમીની વિકેટ લેવાની સાથે જ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારો ફાસ્ટ બોલર બની ગયો હતો. તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાનો સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. મેકગ્રાએ 124 ટેસ્ટમાં 21.64ની સરેરાશથી 563 વિકેટ લીધી હતી. જ્યારે એન્ડરસને 143 ટેસ્ટમાં 564મી વિકેટ લઈ રેકોર્ડ સર્જ્યો હતો.
પાંચમાં નંબર ઈંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ છે. તે 123 મેચમાં 433 વિકેટ ઝડપી ચુક્યો છે. બે વિકેટ લેવાની સાથે તે લિસ્ટમાં ચોથા નંબર પર આવી જશે.