નવી દિલ્હીઃ ભારતે બે ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને એન્ટીગુઆ ખાતે 318 રને હરાવ્યું હતું. 419 રનનો પીછો કરતા વિન્ડીઝ 100 રનમાં ઓલઆઉટ થયું હતું. જે વેસ્ટ ઈન્ડિઝનો ભારત સામે સૌથી ઓછો સ્કોર હતો. ભારત માટે જસપ્રીત બુમરાહે 5 વિકેટ, ઇશાંત શર્માએ 3 વિકેટ અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં ભારત તરફથી અજિંકય રહાણેએ 102 રન બનાવ્યા હતા અને હનુમા વિહારીએ 93 રન બનાવ્યા હતા.




મેન ઓફ ધ મેચ રહેલા રહાણેએ પ્રથમ ઈનિંગમાં 81 અને બીજી ઈનિંગમાં 102 રન બનાવ્યા હતા. રહાણેની છેલ્લી બે વર્ષમાં આ પ્રથમ ટેસ્ટ સદી હતી. રહાણેએ મેચ બાદ કહ્યું, આ સદી ખાસ છે. હેમ્પશાયર સાથે જોડાવાનો મને ફાયદો થયો. આ સદી હું તેને સમર્પિત કરું છું. તેમણે મારા મુશ્કેલ સમયમાં મારું સમર્થન કર્યું હતું.



રહાણે છેલ્લી 17 ટેસ્ટ મેચથી સદી ફટકારી શક્યો નહોતો. 242 બોલમાં 102 રન બનાવવાની સાથે તેણે ટેસ્ટ કરિયરની 10મી સદી ફટકારી હતી. હું 70 રનની આસપાસ પહોંચીને આઉટ થઈ જતો હતો પરંતુ સદી ફટકારવી મારા માટે ખૂબ મહત્વની છે.

જેટલીના અસ્થિનું ગંગામાં વિસર્જન કરવામાં આવ્યું, જુઓ તસવીરો

G-7 સમિટમાં ટ્રમ્પે એવું તે શું કહ્યું કે PM મોદીએ મારી દીધી તાળી, જાણો વિગત

બોલીવુડની આ હોટ એક્ટ્રેસે પ્રૅગનન્સિમાં મંગેતર સાથે પૂલમાં કરી મસ્તી, તસવીરો થઈ વાયરલ