Ind vs Aus: ઓસ્ટ્રેલિયા સામે ભારતનો કેટલા વર્ષ પછી ભવ્ય વિજય થયો, જાણો વિગત
ભારતે ફેબ્રુઆરી 1981માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાને 59 રને હરાવ્યું હતું. આ મેદાનમાં ભારતનો આ અંતિમ વિજય હતો. ભારતે આ જીત સુનીલ ગાવસ્કરના નેતૃત્વમાં મેળવી હતી. સામે ગ્રેગ ચેપલની ઓસ્ટ્રેલિયન ટીમ હતી. ત્યાર બાદ બંને ટીમો અહીં સાત વખત ટકરાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાનો પાંચમાં પરાજય થયો છે અને બે મેચ ડ્રો રહી છે.
ભારત માટે પરેશાનીની વાત એ હતી કે જ્યારથી આ ઐતિહાસિક મેદાન પર બોક્સિંગ ડે ટેસ્ટ મેચ શરૂ થઈ હતી ત્યારથી ભારત જીત મેળવી શક્યું નથી. ભારતે 1991, 1999, 2003, 2007 અને 2011માં મેલબોર્નમાં સતત પાંચ ટેસ્ટ ગુમાવી હતી. મેલબોર્નમાં અંતિમ બોક્સિંગ ડે મેચ 2014માં રમાઈ હતી જે ડ્રો ગઈ હતી.આ મહેન્દ્રસિંહ ધોનીની અંતિમ ટેસ્ટ મેચ હતી.
ભારત મેલબોર્નમાં જાન્યુઆરી 1948થી અત્યાર સુધી 12 મેચ રમ્યું છે. જેમાં બે મેચમાં વિજય થયો છે અને બે મેચ ડ્રો રહી છે. 8 મેચમાં ભારતનો પરાજય થયો છે. જો વાત બોક્સિંગ ડે ટેસ્ટની કરવામાં આવે તો ભારત અહીં 7 મેચ રમ્યું છે. જેમાં 5 મેચમાં પરાજય થયો છે અને 2 મેચ ડ્રો ગઈ છે.
ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 261 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. આ જીતની સાથે ટેસ્ટની સીરિઝમાં ભારત 2-1થી આગળ થઈ ગયું છે. બીજી ઈનિંગમાં બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. પહેલી ઈનિંગમાં બુમરાહે 6 વિકેટ લીધી હતી.
મેલબોર્ન: વરસાદના વિઘ્ન બાદ શરૂ થયેલી પાંચમાં દિવસની રમત બાદ મીનિટોમાં જ ટીમ ઈન્ડિયાના બોલર્સે ઓસ્ટ્રેલિયાના બે બેટ્સમેનને આઉટ કરીને મેલબોર્ન ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી હતી.