IND vs AUS 3rd Test: ટીમ ઈન્ડિયામાંથી કયા બે દિગ્ગજ ખેલાડીઓને પડતાં મૂકાયા, જાણો આ રહ્યા નામ
ટીમ ઈન્ડિયા પ્લેઇંગ ઇલેવન- વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, રિષભ પંત (વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોક્સિંગ ડે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહની સાથે મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ જાડેજાની સાથે હનુમા વિહારી પણ સ્પિન માટે વિકલ્પ હશે.
ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં સ્પિનર તરીકે રવીન્દ્ર જાડેજાને તક આપી છે કારણ કે આર.અશ્વિન હજુ સુધી ઈજાથી મુક્તિ મેળવી શક્યો નથી. પર્થ ટેસ્ટમાં ખરાબ પ્રદર્શનના કારણે ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ટીમથી બહાર કરવામાં આવ્યો છે.
મેલબોર્નમાં રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ કે.એલ.રાહુલ અને મુરલી વિજયને ટીમમાંથી બહાર કર્યા છે. બીજી તરફ ઈજાગ્રસ્ત પૃથ્વી શોના સ્થાને ટીમમાં પસંદગી પામેલા કર્ણાટકના બેટ્સમેન મયંક અગ્રવાલને પણ તક આપવામાં આવી છે. આ સાથે રોહિત શર્માને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ઈજાના કારણે બીજી ટેસ્ટમાં રમી શક્યો નહતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -