ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન લેગ સ્પિનર શેન વોર્ને થર્ડ અમ્પાયરના આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે. શેન વોર્ન તે સમયે ચોંકી ગયો હતો જ્યારે મેચની પ્રથમ ઈનિંગમાં 55મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન કેમરુન ગ્રીન શોટ રમીને રન માટે દોડ્યો હતો. નોન-સ્ટ્રાઈક પર રહેલા ટિમ પેન પણ રન માટે દોડ્યો હતો. ત્યારે ઋષભ પંતે સ્ટમ્પ પાડી દીધા હતા. જો કે, થર્ડ અમ્પ્યારે તેન નોટ આઉટ આપ્યો હતો.
વોર્ને સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે થર્ડ અમ્પાયર દ્વારા ટિમ પેનને રન આઉટ ન અપાતાં હું હેરાન છું. મારા હિસાબે તેનું બેટ ક્રિઝની અંદર આવ્યું જ ન હતું. મારા હિસાબે તે આઉટ હતો.
નિયમો મુજબ, જો કોઈ બેટ્સમેનનું બેટ ક્રિઝલાઈન પર હોય તો તે આઉટ ગણવામાં આવે છે, પરંતુ થર્ડ અમ્પાયરે પેનને નોટ આઉટ આપ્યો હતો.
ભારતના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ પણ તેને આઉટ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, તે આઉટ હતો. જેસન હોલ્ડર સાચો હતા. જો ખેલાડી બાયો બબલમાં આટલો લાંબો સમય સુધી રહી શકે છે તો અમ્પાયરોએ પણ તે કરવું જોઈએ.
મેલબર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ-ડે ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે 1 વિકેટ ગુમાવીને 36 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા ટીમ પ્રથમ ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ થઈ. આ રીતે ટીમે 159 રનની સરસાઈ મેળવી છે. શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારા ક્રિઝ પર છે.