સિડની: ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે સતત બીજી વનડે મેચમાં ભારત વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી હતી. પ્રથમ વનડેમાં તેણે 66 બોલમાં 105 રનની ઈનિંગ રમી હતી જ્યારે બીજી વનડેમાં પણ સદી ફટકારી હતી. તેની સાથે સ્થિમ ઈન્ટરનેશલ કેરિયરની આ 11મી સદી છે. ભારત વિરુદ્ધ તેની ચોથી સદી છે. તેની સાથે જ સ્મિથે ભારત વિરુદ્ધ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.

સ્ટીવ સ્મિથે ભારત વિરુદ્ધ સતત પાંચમી વખત 50 પ્લસ સ્કોર બનાવ્યો છે. સ્મિથે ભારત વિરુદ્ધ છેલ્લી પાંચ ઈનિંગમાં 69 રન, 98 રન, 131 રન, 105 રન અને 104 રન બનાવ્યા છે. આ કારનામું કરનાર સ્મિથ ન્યૂઝીલેન્ડ કેન વિલિયમસન બાદ બીજો બેટ્સમેન છે. ભારત વિરદ્ધ સતત બીજી વનડે મેચમાં સ્મિથે 62 બોલ પર સદી નોંધાવી હતી. બીજી વનડેમાં 64 બોલમાં 104 રન બનાવીને આઉટ થયો હતો. આ ઈનિંગ દરમિયાન 14 ફોર અને 2 સિક્સ નોંધાવી હતી.



સ્ટીન સ્મિથે ભારત વિરુદ્ધ માત્ર 20 વનડે મેચ રમી છે. તેમાં 17 ઈનિંગમાં તેણે 1100થી વધુ રન બનાવ્યા છે. સ્મિથે ભારત વિરુદ્ધ અત્યાર સુધી પાંચ સદી અને પાંચ અડધી સદી બનાવી છે. તેને સર્વોચ્ચ સ્કોર ભારત વિરુદ્ધ 149 રન છે, જે 2016માં પર્થમાં બનાવ્યો હતો. ભારતીય ટીમ વિરુદ્ધ સ્મિથે 65ની એવરેજ અને 105ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.