Ind vs Aus: મેલબોર્નમાં જીતની સાથે ટીમ ઈન્ડિયાએ કયા-કયા રેકોર્ડ બનાવ્યા, જાણો વિગત
પંતે નરેન તમ્હાને અને સૈયદ કિરમાણીનો રેકોર્ડ તોડ્યો છે. આ બંન્નેના નામે કોઈપણ સિરીઝમાં સર્વાધિક 19-19 શિકાર નોંધાયેલા હતા. તમ્હાને પાકિસ્તાન વિરુદ્ધ 1954/55માં પાંચ મેચોની સિરીઝ જ્યારે કિરમાણીએ પણ પાકિસ્તાન વિરુદ્ધ 1979/80માં છ મેચોની સિરીઝ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ જીત સાથે કોહલીએ સૌરવ ગાંગુલીના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી જેના આગેવાનીમાં ભારતે વિદેશની ધરતી પર સૌથી વધુ 11 ટેસ્ટ જીતી હતી. ગાંગુલીની આગેવાનીમાં ભારતે કુલ 49 ટેસ્ટ રમી અને તેમાંથી ટીમે 21માં વિજય મેળવ્યો હતો. પંતે ચાર મેચોની સિરીઝના ત્રણ મેચોમાં 20 શિકાર કર્યાં છે જેથી તે એક ટેસ્ટ સિરીઝમાં સૌથી સફળ ભારતીય વિકેટકીપર બની ગયો છે.
ભારતીય કેપ્ટનના રૂપમાં સૌથી વધુ જીત અત્યાર સુધી માત્ર ધોનીના નામે નોંધાયેલી હતી. જેની આગેવાનીમાં ભારતે 60 ટેસ્ટ રમી અને તેમાંથી ટીમનો 27માં વિજય થયો હતો. કોહલીની આગેવાનીમાં વિદેશની ધરતી પર આ ભારતની 11મી જીત છે.
મેલબોર્નઃ રવિવારે ભારતે મેલબોર્નમાં ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવીને ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં 150 કે તેનાથી વધુ જીત મેળવનારો વિશ્વનો પાંચમો દેશ બન્યો છે. ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ નાથન લાયનને વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ કરાવીને ભારતને આ જીત અપાવી હતી. પંતનો આ શ્રેણીમાં 20મો શિકાર હતો અને તે કોઈપણ એક સિરીઝમાં સૌથી વધુ શિકાર કરનાર ભારતીય વિકેટકીપર બન્યો છે.
ભારતે પોતાના 532માં ટેસ્ટમાં 150મી જીત મેળવી છે. ભારત સિવાય ઓસ્ટ્રેલિયા (384), ઈંગ્લેન્ડ (364), વેસ્ટ ઈન્ડિઝ (171) અને દક્ષિણ આફ્રિકા (162) આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. ઓસ્ટ્રેલિયાની આ ટેસ્ટ ક્રિકેટમાં 222મી હાર છે અને તેનાથી વધુ હાર માત્ર ઈંગ્લેન્ડ (298)ના નામે નોંધાયેલી છે. વિરાટ કોહલીએ ભારતીય કેપ્ટનના રૂપમાં 45મી મેચમાં ટીમની આગેવાની કરતા 26મો વિજય મેળવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -