લોકપ્રિય ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ના આ એક્ટરે શૉને કહ્યું અલવિદા, જાણો વિગત
મુંબઇ: સ્ટાર પ્લસની લોકપ્રિય ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં નક્ષનો રોલ ભજવનાર ઋષિ દેવ હવે શૉને અલવિદા કહી રહ્યો છે. ઋષિએ ખુદ તેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઋષિએ ઇન્સ્ટાગ્રામ પર પોતોની સીરિયલ સાથે જોડાયેલી સફર અને યાદો વિશે જણાવ્યું સાથે તેણે પોતાના ફેન્સનો પણ આભર માન્યો. અહેવાલ પ્રમાણે ઋષિએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન શૉમાંથી બહાર થવાની ખબરને સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ ખબરો સાચી છે અને મારા માટે આ એક અદભૂત યાત્રા રહી, શોમાં મે બે વર્ષ પૂર્ણ કર્યા.
તેણે કહ્યું કે, મને લાગે છે જ્યારે તમે એક ચોક્કસ સમય માટે કામ કરતા હોવ ત્યારે તમારું કેરેક્ટર તમને ઘણું બધુ શીખવે છે. પરંતુ જો તમે મોટા થવા માંગો છે તો આગળ વધવાની જરૂર છે.
ઋષિએ વધુમાં કહ્યું કે, મારું છેલ્લું સીન પહેલા જ ઓન એર થઇ ચુક્યું છે. જે અમે 25 ડિસેમ્બરે શૂટ કર્યું હતું. ટીમ સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -