ભારતનો આ ખેલાડી આઉટ થતા જ બાંગ્લાદેશના ખેલાડીએ કર્યો નાગિન ડાન્સ
તમને જણાવીએ કે, બાંગ્લાદેશના ખેલાડીઓએ નિદાસ ટ્રોફીમાં શ્રીલંકાને હરાવ્યા બાદ મેદાન પર ખૂબ નાગિન ડાન્સ કર્યો હતો. બાંગ્લાદેશના ખેલાડીઓના આ ડાન્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ત્યાર બાદથી બાંગ્લાદેશની ટીમની આ રીતે ઉજવણી કરવાનો ટ્રેડ માર્ક સ્ટાઈલ બની ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધવન આઉટ થયા બાદ બાંગ્લાદેશના ખેલાડીઓ જીતની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું હતું. નજમુલ ઇસલામના બોલ પર સૌમ્ય સરકારે ધવનનો કેચ પકડ્યો, સરકારે કેચ પકડતા જ બોલર નજમુલ ઇસલામે નાગિન ડાન્સ કરીને ઉજવણી કરી હતી.
નવી દિલ્હીઃ એશિયા કપની ફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને 3 વિકેટે હરાવીને સાતમી વખત એશિયા કપ પોતાના નામે કર્યો. આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ બાંગ્લાદેશની ટીમે ભારતને 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવાં ભારતીય ઓપનર રોહિત શર્મા અને ધવને સારી શરૂઆત કરી પરંતુ ધવન 15 રનના સ્કોર પર આઉટ થઈ ગયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -