એશિયા કપમાં ભારત કેટલીવાર બન્યું ચેમ્પિયન? જાણો વિગત
ઉલ્લેખયની છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સતત બીજીવાર એશિયા કપની ફાઈનલ મેચ રમાઈ હતી. વર્ષ 2016માં ટ્વેન્ટી-20ના ફોર્મેટમાં એશિયા કપ રમાયો હતો ત્યારે ફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને આઠ વિકેટથી પરાજય આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2012 અને 2016માં બાંગ્લાદેશ ફાઇનલ સુધી પહોંચી હતી. જોકે હજુ સુધી એશિયા કપની ફાઈનલમાં બાંગ્લાદેશનો એક પણ વિજય થયો નથી. આ ઉપરાંત એશિયા કપમાં શ્રીલંકા પાંચ વાર ફાઈનલમાં વિજય મેળવ્યો છે. જ્યારે પાકિસ્તાને બે વાર જીતી ચૂકી છે.
ટીમ ઈન્ડિયા આ પહેલાં વર્ષ 1984, 1988, 1990-91, 1995, 2010 અને 2016માં એશિયા કપ જીતી ચૂકી છે. જ્યારે બાંગ્લાદેશ ત્રીજીવાર ફાઇનલમાં આવી હતી. જોકે, એકપણ વખત ચેમ્પિયન બનવાનો મોકો નથી મળ્યો.
દુબઈઃ બોલરોના ચુસ્ત પ્રદર્શન પછી રોહિત શર્મા સહિત બેટ્સમેનોના જોરદાર પ્રદર્શનથી ભારતે એશિયા કપની ફાઈનલમાં બાંગ્લાદેશ સામે 3 વિકેટે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશ 48.3 ઓવરમાં 222 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 223 રન બનાવી લીધા હતા. જેમાં કેદાર જાધવ 23 રને અણનમ રહ્યો હતો. આ જીત સાથે જ ભારત સાતમી વખત એશિયા કપમાં ચેમ્પિયન બનવા સફળ રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -