INDvsBAN: આજની મેચમાં પીચને લઇને આવ્યા મોટા સમાચાર, જાણો કેવી છે દિલ્હીની પીચ
abpasmita.in | 03 Nov 2019 12:33 PM (IST)
આજની પીચમાં તાજગી છે, બેટ્સમેનોને વધારે મદદરૂપ થઇ શકે છે
નવી દિલ્હીઃ વિરાટ કોહલીની ગેરહાજરીમાં આજે રોહિત શર્મા પ્લેઇંગ ઇલેવન લઇને દિલ્હીના મેદાનનાં ઉતરશે, બાંગ્લાદેશ સામે આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રથમ ટી20 રમાશે. મેચ પહેલા અહીં પીચને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટે દિલ્હીની પીચ જોઇ અને ક્યૂરેટર અંકિત દત્ત સાથે વાત કરી હતી. પીચ રિપોર્ટ..... પીચ ક્યૂરેટર અંકિત દત્તના કહેવા પ્રમાણે, હવામાન ખરાબ છે, પણ આજની પીચમાં તાજગી છે, બેટ્સમેનોને વધારે મદદરૂપ થઇ શકે છે, પીચ પર રનોનો ઢગલો થઇ શકે છે. દિલ્હીની પીચ ખુબ સરસ છે. આજની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7 વાગે શરૂ થશે. રોહિત શર્મા આ પ્લેઇંગ ઇલેવનને લઇને મેદાનમાં ઉતરી શકે છે. ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન... ઓપનર- રોહિત શર્મા, શિખર ધવન નંબર 3- કેએલ રાહુલ નંબર 4- શ્રૈયસ અય્યર નંબર 5- મનિષ પાંડે નંબર 6- ઋષભ પંત નંબર 7- શિવમ દુબે નંબર 8- કૃણાલ પંડ્યા નંબર 9- વૉશિંગટન સુંદર નંબર 10- દીપક ચાહર નંબર 11- શાર્દૂલ ઠાકર