કોલકાતા: બાંગ્લાદેશના ખેલાડી લિટન દાસને કોલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ ડે નાઈટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ફાસ્ટ બોલર મહોમ્મદ શમીનો બોલ વાગતા સીટી સ્કેન માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.


લિટન દાસને બાંગ્લાદેશની પહેલી ઇનિંગ દરમિયાન શમીનો બોલ હેલ્મેટ પર લાગ્યો હતો. બાદમાં તેણે હેલ્મેટ ઉતારી દીધું હતું અને થોડા સમય બાદ ફિઝિયો માટે બહાર લઇ જવામાં આવ્યો હતો. તેના સ્થાને મહેંદી હસન મીરાજને કોન્સેશન ખેલાડીના રૂપે મેદાન પર ઉતરવુ પડ્યું હતું. લિટન જ્યારે રિટાયર્ડ હર્ટ થયો ત્યારે 24 રન બનાવીને રમી રહ્યો હતો. ઓપનર બેટ્સમેન શાદમાન ઇસ્લામ બાદ તેઓ ટીમના બીજા નંબરના સ્કોર પર રહ્યો હતો.

ભારતીય બોલરોએ પિન્ક બોલથી રમતા શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બાંગ્લાદેશની ટીમે પહેલી ઇનિંગમાં 30.3 ઓવરમાં 106 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી ષડમાં ઇસ્લામે સૌથી વધારે 29 રન બનાવ્યા હતા જયારે લિટન દાસે 24 રન જોડ્યા હતા.