નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ આજે (ગુરુવારે) બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ મેચની સીરિઝમાં પ્રથમ ટેસ્ટ રમવા મેદાને ઉતરશે, પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા પાસે ધોનીનો એક ખાસ રેકોર્ડ તોડવાનો મોકો છે. આજની પ્રથમ ટેસ્ટ મેચ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે.


રિપોર્ટ છે કે, રિદ્ધિમાન સાહા પ્લેઇંગ ઇલેવનમાં મુખ્ય વિકેટકીપર તરીકે જ રહેશે. રિદ્ધિમાન સાહાએ અત્યાર સુધી બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચ રમી છે, અને સ્ટમ્પ પાછળ 7 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. હવે વિકેટ સ્ટમ્પ પાછળ સૌથી વધુ શિકાર બનાવવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોનીએ બાંગ્લાદેશ સામે 12 કેચ અને 3 સ્ટમ્પિંગ કરી છે. આ લિસ્ટમાં બીજા નંબરે દિનેશ કાર્તિક છે જેને સ્ટમ્પની પાછળ 12 શિકાર કર્યા છે.



જો રિદ્ધિમાન સાહા સાહા આ મેચમાં 9 બેટ્સેમેનોનો સ્ટમ્પ પાછળ પોતાનો શિકાર બનાવે છે, તો આ લિસ્ટમાં ઉપર આવી જશે, અને ધોનીની રેકોર્ડ તુટી શકે છે. આમ સાહા પાસે આ સીરીઝમાં ધોનીનો રેકોર્ડ તોડવાનો મોટો મોકો છે.



પ્રથમ ટેસ્ટ માટે સંભવિત ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિદ્ધીમાન સાહા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા