પ્રથમ ઈનિંગની 75મીં ઓવરમાં જ્યારે જેક લીચના બીજા બોલ પર રહાણે શોર્ટ લેગ પર કેચ આઉટ થયો હતો ત્યારે ઈંગ્લિશ ટીમે જોરદાર અપીલ કરી હતી. પરંતુ મેદાન પરના અમ્પાયરે તેને નકારી દીધી હતી. તેના બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ડીઆરએસ લેવાનો નિર્ણય કર્યો હતો.
થર્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ સ્નીકો મીટરમાં જોયું કે બોલ રહાણેના બેટને અડ્યો નથી, તેના બાદ એલબીડબ્લ્યૂ પણ ચેક કર્યું પરંતુ રહાણે બચી ગયો. અમ્પાયરે તેને નોટઆઉટ આપી દીધો અને ઈંગ્લેન્ડે પોતાનો રિવ્યૂ ગુમાવી દીધો. જોકે બાદમાં ઈંગ્લેન્ડની ટીમે ઈશારામાં કહ્યું કે, તેઓ ગ્વલ્ઝને બોલ અડ્યો હતો. જો કે, બાદમાં અમ્પાયરની ભૂલ કારણે ઈગ્લેન્ડના એક ડીઆરએસ રેફરલને ફરી આપવામાં આવ્યો હતો.
મોટી સ્ક્રીન પર રિપ્લે જોઈને રૂટ ખૂબજ નિરાશ થયો હતો અને કેપ્ટને આ મામલે મેદાન પરના અમ્પાયરો સમક્ષ ઉઠાવ્યો હતો. બાદમાં આઈસીસીના નિયમ 3.6.8 હેઠળ રિવ્યૂ ઈંગ્લેન્ડ આપવામાં આવ્યું હતું. જો કે રહાણે બાદમાં 6 બોલ રમીને આઉટ થઈ ગયો હતો. મોઈન અલીએ 67 રનન પર તેને બોલ્ડ કર્યો હતો.
ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી ભારતે 6 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા હતા.