IND vs ENG: ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી  ભારતે 6 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા હતા. રિષભ પંત અને અક્ષર પટેલ રમતમાં છે.


રોહિત શર્મા 161 રનની શાનદાર ઈનિંગ રમી આઉટ થઈ ગયો હતો. જ્યારે રહાણે  67 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્માએ ટેસ્ટ કરિયરની સાતમી સદી ફટકારી હતી.  અશ્વિન 13 રન બનાવી આઉટ થયો હતો.

ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલી  અને જેક લીચે 2-2  વિકેટ ઝડપી હતી. જ્યારે  ઓલી સ્ટોને 1 વિકેટ લીધી હતી.



ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની નબળી શરૂઆત થઈ હતી. મેચની બીજી જ ઓવરમાં શુભમન ગિલ 0 રન બનાવી આઉટ થયો હતો. લંચ સુધીમાં ભારતે 3 વિકેટ ગુમાવી 106 રન બનાવ્યા હતા. ગિલ અને કોહલી ખાતુ પણ ખોલી શક્યા નહોતા. પુજારા 21 રન બનાવી આઉટ થયો હતો.



ભારતીય ટીમમાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા હતા. અક્ષર પેટેલે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. જ્યારે બુમરાહ અને સુંદરના સ્થાને સિરાજ અને કુલદીપને સામેલ કરાયા છે.



ભારતીય ટીમ

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ

ઈંગ્લેન્ડની ટીમ

ડૉમ સિબ્લે, રોરી બર્ન્સ, ડેનિયલ લોરેન્સ, જો રૂટ(કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, સ્ટૂઅર્ટ બ્રોડ, જેક લીચ અને ઓલી સ્ટોન