સૌથી ઝડપી 400 ટેસ્ટ વિકેટ લેનાર અશ્વિન ઓવરઓલ બીજા નંબરે છે. જ્યારે ભારત તરફથી સૌથી ઝડપી વિકેટ લેવાનો રેકોર્ડ હવે તેના નામે નોંધાઈ ગયો છે. અશ્વિને પ્રથમ ઈનિંગમાં ત્રણ વિકેટ અને બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી.
અશ્વિન ટેસ્ટમાં સૌથી વિકેટ લેવા મામલે ચોથો બોલર બની ગયો છે. અશ્વિન પહેલા અનિલ કુંબલે, કપિલ દેવ અને હરભજન સિંહે આ ઉપલબ્ધી મેળવી છે. સૌથી ઝડપી 400 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે.
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ પોતાની ઈનિંગમાં માત્ર 81 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને જીત માટે 49 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બીજી ઈનિંગમાં ભારત માટે અક્ષર પટેલે 5 અને અશ્વિને ચાર વિકેટ ઝટપી હતી.