IND vs NZ: ‘વિરાટ સેના'એ 10 વર્ષ બાદ ભારતને ન્યૂઝીલેન્ડમાં સિરીઝ જીતાડી, ત્રીજી વનડે 7 વિકેટથી જીતી
નવી દિલ્હીઃ ભારતે ન્યુઝીલેન્ડમાં 10 વર્ષ બાદ સિરીઝ જીતી છે. 244 રનના ટાર્ગેટનો પીછો કરતાં ભારતે 41 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. ભારત માટે રોહિત શર્માએ 64 અને વિરાટ કોહલીએ 60 રન કર્યા હતા. તે ઉપરાંત અંબાતી રાયુડુએ 40 અને દિનેશ કાર્તિકે 38 રન કર્યા હતા. 39 રનના સ્કોરે શિખર ધવનની વિકેટ ગુમાવ્યા બાદ કોહલી અને શર્માએ 113 રનની ભાગીદારી કરી હતી. કિવિઝ માટે ટ્રેન્ટ બોલ્ટ 2 અને મિશેલ સેન્ટનરે 1 વિકેટ લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિવિઝે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 49 ઓવરમાં 243 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમના માટે રોસ ટેલરે સર્વાધિક 93 રન કર્યા હતા. તે ઉપરાંત ટોમ લેથમે 51 રનનું યોગદાન આપ્યું હતું. ટેલર અને લેથમે ચોથી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી હતી. તે બંને સિવાય અન્ય કોઈ બેટ્સમેન ક્રિઝ ઉપર ટકી શક્યું ન હતું. ભારત માટે મોહમ્મદ શમીએ 3 વિકેટ જયારે ભુવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. જયારે કોહલીએ બ્રેસવેલને 15 રને રનઆઉટ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -