નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ આજે બીજી ટી20 રમવા માટે રાંચીના મેદાનમાં ઉતરશે, સાંજે 7 વાગે મેચ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, જયપુરના મેદાન પર રમાયેલી પ્રથમ ટી20માં જીત બાદ ભારતીય ટીમ આજની મેચ જીતીને સીરીઝ પર કબજો જમાવવા માંગશે તો સામે કીવી ટીમ સીરીઝ બચાવવા પ્રયાસ કરશે. ત્રણ મેચોની આજે બીજી ટી20 રાંચીના મેદાન પર રમાવવાની છે, ખાસ વાત છે કે આજની જીત માટે પિચ ખુબ મહત્વની છે, જાણો કેવી છે પિચ....... 


આજે શુક્રવારે સાંજે મહેન્દ્ર સિંહ ધોનીના હોમગ્રાઉન્ડ રાંચીમાં સીરીઝની બીજી ટી20 રમાવવાની છે, ધોની પણ ટીમ ઇન્ડિયાને ચીયર કરવા માટે સ્ટેડિયમમાં હાજર રહેવાનો છે, પરંતુ આજની પિચ વિશે વાત કરીએ તો આજની પિચ થોડી વિચિત્ર છે, કેમ કે આજની પિચ જયપુર જેવી નથી, આજની પિચ બેટિંગ અને બૉલિંગ બન્નેમાં સમાન તક આપશે. રાંચીના JSCA સ્ટેડિયમમાં અત્યાર સુધી ગણતરીની ટી20 આંતરરાષ્ટ્રીય મેચો જ રમાઇ છે, પિચ બેટિંગ અને બૉલિંગ બન્નેને ફ્રેન્ડલી રહેશે. એટલે કે ટૉસ જીત્યા બાદ પણ કઇ ટીમ શું પસંદ કરશે તે જે તે કેપ્ટન જ નક્કી કરી શકશે, અગાઉથી કહી શકાય નહીં કે પહેલા બેટિંગ કે બૉલિંગ પસંદ કરવી. ખાસ વાત છે કે, શરૂઆતની કેટલીક ઓવર્સમાં પેસરને પિચ મદદ કરી શકે છે. 


બન્ને ટીમોની હાર-જીત પર એક નજર- 
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20ની ટક્કર વિશે વાત કરીએ તો બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 19 મેચો જ રમાઇ છે. જેમાં ભારતે 9 મેચ અને ન્યૂઝીલેન્ડની ટીમે પણ 9 મેચો જ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી છે. ભારતની વાત કરીએ તો આપણા દેશમાં અત્યાર સુધી બંને ટીમ વચ્ચે 7 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 3 તથા કીવી ટીમે પણ 3 મેચ જીતી છે. વળી 1 મેચ અનિર્ણિત રહી છે. 


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન- 
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત, વેંકટેશ અય્યર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દિપક ચાહર, હર્ષલ પટેલ


ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
માર્ટિન ગપ્ટિલ, ડેરિલ મિચેલ, માર્ક ચેપમેન, ટિમ સેફર્ટ, રચિન રવીંદ્ર, મિચેલ સેન્ટનર, ટિમ સાઉદી (કેપ્ટન), ટોડ એસ્ટલ, લોકી ફર્ગ્યૂસન, ટ્રેંટ બોલ્ટ, ગ્લેન ફિલિપ્સ