લંડનઃ શરીર માટે કસરત ખૂબ જરૂરી છે. પોતાને ફીટ રાખવા માટે કસરત ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. નિયમિત રીતે કસરત કરવાના અનેક ફાયદાઓ છે. કસરતથી શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ રહેવાય છે. કસરત અને શારિરીક પ્રવૃતિઓ કરવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવામાં મદદ મળે છે. તાજેતરમાં જ થયેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કસરત કરવાથી શરીરના પોતાના ‘ભાંગ’ જેવા પદાર્થોમાં વધારો થાય છે જે શરીરના સંધિવામાં દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે અને સંભવિત રીતે સાંધાના દુખાવા, કેન્સર અને હૃદય રોગ જેવી બીમારીઓની સંભાવનાઓને ખત્મ શકે છે.  


ગટ માઇક્રોબ્સમાં પ્રકાશિત એક નવા અભ્યાસમાં નોટિંઘમ યુનિવર્સિટીના નિષ્ણાંતોએ શોધ્યું સંધિવાથી પીડિત લોકોમાં કસરત કરવાથી ના તેમનું દર્દ ઓછું થાય છે પરંતુ ટાઇટોકિન્સના સ્તરને પણ ઓછો કરે છે. જેનાથી પોતાના શરીર દ્ધારા ઉત્પાદિત ‘ભાંગ’ જેવા પદાર્થોના સ્તરમા વધારો કરે છે જેને એન્ડોકૈનાબિનોઇડ્સ કહેવામાં આવે છે.


ગટ માઇક્રોબ્સમાં  પ્રકાશિત એક અભ્યાસ અનુસાર નોંગિઘમ યુનિવર્સિટીના નિષ્ણાંતોએ શોધ્યું કે જે લોકોને  સંધિવા છે અને તેમણે કસરતને પોતાની દિનચર્ચાનો હિસ્સો  બનાવી લીધો છે તેમનું  દર્દ તો ઓછું થશે અને પરંતુ બળતરા પદાર્થોના સ્તરમાં પણ ઘટાડો કર્યો છે, જેને સાયટોકાઇન્સ પણ કહેવાય છે. આનાથી કેનાબીસ જેવા પદાર્થોના સ્તરમાં વધારો થાય છે જે શરીર દ્વારા જ ઉત્પન્ન થાય છે, આ પદાર્થોને એન્ડોકેનાબીનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે, કસરત જે રીતે આ ફેરફારો તરફ દોરી ગઈ તે આંતરડાના સૂક્ષ્મજીવાણુઓને બદલીને હતી.


યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ મેડિસિસનના પ્રોફેસર એના વાલ્ડેસના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોના એક જૂથે સંધિવાથી પીડિત 78 લોકોનુ પરીક્ષણ કર્યું. તેમાંથી 38 એ છ સપ્તાહ સુધી દરરોજ 15 મિનિટ માંસપેશીઓને મજબૂત કરવાની કસરત કરી અને 40 જણાએ કાંઇ કર્યું નહી.


અભ્યાસના અંતમાં કસરત કરનારા લોકોના દર્દમાં ઘટાડો થયો સાથે સાથે તેમના ગળામાં વધુ એવા રોગાણુ પણ હતા જે વિરોધી ભડકાઉ પદાર્થો, સાઇટોકિન્સના નિચલા સ્તર અને એન્ડકૈનાબિનોઇડ્સના ઉચ્ચ સ્તરનું ઉપ્તાદન કરતા હતા.