વિશાખાપટ્ટનમ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 203 રનથી જીત મેળવી હતી. ભારત તરફથી મહમ્મદ શમીએ આક્રમક બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 4 અને અશ્વિને 1 વિકેટ ઝડપી હતી. 395 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સાઉથ આફ્રિકાની ટીમ 191 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.


આ પહેલા ભારતે ટોસ જીતીને પ્રથમ ઇનિંગમા 136 ઓવર રમીને 502/7 પર ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. ભારત તરફથી મયંક અગ્રવાલે ડબલ સેન્ચૂરી(215) ફટકારી હતી. જ્યારે રોહિત શર્માએ 176 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 431 રનો પર ઓલઆઉટ થઈ ગઈ હતી.  ડિન એલ્ગર અને કવિન્ટન ડી કોકે અનુક્રમે 160 અને 111 રનની ઇનિંગ્સ રમી હતી. તેમજ કપ્તાન ડુ પ્લેસીસે 55 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 7 વિકેટ ઝડપી હતી.

જ્યારે બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે 323 રને ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. બીજી ઈનિંગમાં પણ રોહિત શર્માએ (127) સદી ફટકારી હતી. જ્યારે પુજારા 81 રન અને રવિન્દ્ર જાડેજાએ 40 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ માત્ર 7 રન જ બનાવી શક્યો હતો. વિરાટ કોહલી(31) અને અજીંક્ય રહાણે(27) નોટ આઉટ રહ્યાં હતા.
That will be Stumps on Day 4. #TeamIndia have managed to pick a wicket before close of play (SA 11/1). South Africa require 384 runs, & India 9 wickets to win the 1st Test #INDvSA pic.twitter.com/WjPIs55qsM


Back to back ????s for the HITMAN. What a player ???????? pic.twitter.com/fhNkhvik2i