નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટ મેચ પુણેમાં રમાઇ રહી છે, ભારતીય ટીમ પહેલા બેટિંગ કરી રહી છે. પ્રથમ દિવસે એક એવી ઘટના બની જેને જોઇને મેદાન પરના ખેલાડીઓ અને સ્ટેડિયમમાં બેસેલા દર્શકો પણ હસવા લાગ્યા હતા. જુઓ વીડિયોમાં....

ઘટના એવી બની કે મેદાન પર જ્યારે કોહલી અને રહાણે બેટિંગ કરી રહ્યાં હતા, ત્યારે કોહલી દોડીને રન લઇ રહ્યો હતો તે સમયે ફિલ્ડર રબાડાએ એક થ્રૉ ફેંક્યો, જે સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર નીકળી ગયો હતો. જેના કારણે ભારતને ઓવરથ્રૉના ચાર રન મળ્યા હતા. રબાડાના ઓવરથ્રૉ અને 4 રનની ખુશીમાં કેપ્ટન કોહલીએ મેદાન પર અંગુઠો બતાવીને ફની એક્શન કરી હતી, જેને જોઇને દર્શકો અને ખેલાડીઓ પણ હસવા લાગ્યા હતા.


નોંધનીય છે કે, પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીએ બીજા દિવસે સદી ફટકારીને ટેસ્ટમાં 26મી સદી પુરી કરી લીધી હતી. પ્રથમ દિવસે મયંક અગ્રવાલે સદી બનાવી હતી. આમ ભારતીય ટીમે મેચમાં મજબૂત સ્થિતિ મેળવી લીધી છે.