IND vs SA, 2nd Test : રાહુલની અડધી સદીથી ભારતે 202 રન બનાવ્યા, દક્ષિણ આફ્રિકા 167 રન પાછળ

IND vs SA, 2nd Test : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટેસ્ટ મેચ જ્હોનિસબર્ગમાં રમાઇ રહી છે,

gujarati.abplive.com Last Updated: 03 Jan 2022 09:46 PM
ભારત પાસે 167 રનની લીડ

જોહાનિસબર્ગ ટેસ્ટ મેચમાં ભારત પાસે 167 રનની લીડ છે. તેણે પ્રથમ દાવમાં 202 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ એક વિકેટના નુકસાને 35 રન બનાવ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ દાવમાં 202 રનમાં ઓલઆઉટ

જોહાનિસબર્ગ ટેસ્ટના પહેલા દિવસે ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ દાવમાં 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જેન્સને 4 વિકેટ ઝડપી હતી.

ટીમ ઇન્ડિયા 100 રનને પાર

ધીમી શરૂઆત બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 100 રનને પાર થઇ ગયો છે. ભારત તરફથી કેપ્ટન કેએલ રાહુલ 42 રન બનાવીને અડીખમ ક્રિઝ પર ટકી રહ્યો છે. હાલ 41 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 4 વિકેટના નુકસાને 103 રનને પાર થઇ ગયો છે. કેપ્ટન રાહુલ 42 રન અને ઋષભ પંત 4 રન બનાવીને રમતમાં છે.

ભારત મુશ્કેલીમાં, પુજારા બાદ રહાણે આઉટ

ભારતીય ટીમ મુશ્કેલીમાં આવી ગઇ છે. પુજારા બાદ રહાણે આઉટ થઇને પેવેલિયન ભેગો થઇ ગયો છે. ડ્યૂઆને ઓલિવરને ચેતેશ્વર પુજારાને 3 રને તેમ્બા વબુમાના હાથમાં ઝીલાવી દીધો અને બાદમાં રહાણેને શૂન્ય રન પર પીટરસનના હાથમાં ઝીલાવી દીધો હતો. ટીમનો સ્કૉર 24.2 ઓવરમાં 50 રન પર છે. કેપ્ટન કેએલ રાહુલ 19 અને હનુમા વિહારી 1 રન બનાવીને ક્રિઝ પર છે.

મયંક અગ્રવાલ આઉટ

ભારનતે પ્રથમ ઝટકો મયંક અગ્રવાલના રૂપમાં લાગ્યો છે. મયંક અગ્રવાલે 37 બૉલમાં 26 રન બનાવ્યા હતા, જેમાં ચાર ચોગ્ગા સામેલ હતા, માર્કો જેનસેને મયંકને કાયલી વેરિનન્નેના હાથમાં ઝીલાવી દીધો હતો. ટીમ ઇન્ડિયાનો સ્કૉર 19 ઓવરના અંતે 1 વિકેટના નુકસાને 39 રન છે. 

ભારતની બેટિંગ શરૂ

પ્રથમ ઇનિંગની રમત શરૂ થઇ ગઇ છે, ભારત તરફથી ઓપનિંગમાં કેપ્ટન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ મેદાનમાં આવ્યા છે. 14 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કૉર શૂન્ય વિકેટે 36 રન પર પહોંચ્યો છે. કેપ્ટન કેએલ રાહુલ 9 રન અને મયંક અગ્રવાલ 26 રન બનાવીને રમતમાં છે. 

કોહલી બહાર, કેએલ રાહુલ બન્યો કેપ્ટન

કોહલી ઇજાગ્રસ્ત થતાં બીજી ટેસ્ટમાંથી અચાનક કોહલીનુ નામ પાછું ખેંચવામાં આવ્યુ છે, કોહલીની જગ્યાએ જ્હોનિસબર્ગ ટેસ્ટમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કોહલીની જગ્યાએ ટીમમાં રિપ્લેસમેન્ટ તરીકે હનુમા વિહારીને ટીમમાં સમાવવામાં આવ્યો છે.





બીજી ટેસ્ટમાંથી કોહલી કેમ અચાનક ખસી ગયો ?

કોહલીને પીઠમાં સ્નાયુનો દુઃખાવો હોવાથી તે આ ટેસ્ટ મેચમાંથી ખસી ગયો છે. કોહલી તેના કરિયરની 100મી ટેસ્ટ રમવાનો હતો. કેએલ રાહુલ ભારત તરફથી ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનારો 34મો સુકાનો બન્યો છે. આજે મેચમાં કોહલીના સ્થાને હનુમા વિહારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ભારતીય ટીમમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો.

ભારતીય ટીમ

આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી છે ભારતીય ટીમ: કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન),મયંક  અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત (વિ.કી.), આ અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, સિરાજ

વરસાદ બની શકે છે વિલન

જોહાનિસબર્ગમાં પણ વરસાડ મેચમાં ભંગ પાડી શકે છે.મેચના પહેલા દિવસે પણ વરસાદ પડવાની સંભવના જણાવાઈ છે. તેવામાં મેચના બીજા દિવસે 50થી 60% વરસાદ પડી શકે છે, જ્યારે ત્રીજા દિવસે વાતાવરણ વાદળછાયું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોથા અને પાંચમા દિવસે પણ 60થી 70% વરસાદ પડવાની સંભાવના છે.

ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ 01:30 વાગ્યે શરૂ થઇ ગઇ છે. આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે. મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે.

જ્હોનિબર્ગમાં કેવો છે ટીમ ઇન્ડિયાનો રેકર્ડ

જ્હોનિબર્ગમાં કેવો છે ટીમ ઇન્ડિયાનો રેકર્ડ જ્હોનિસબર્ગનું મેદાન પર ભારતનો રેકોર્ડ સારો છે. જ્હોનિસબર્ગમાં ભારત સાઉથ આફ્રિકાના પ્રવાસના 30 વર્ષના ઈતિહાસમાં ક્યારેય હાર્યુ નથી. ભારતે અત્યાર સુધીમાં અહીં 5 ટેસ્ટ રમી છે અને તેમાંથી 2 જીતી છે અને 3 ડ્રો રહી છે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાનો અહીં મધ્યમ રેકોર્ડ છે. તેઓ વાન્ડરર્સ ખાતે 42 ટેસ્ટ રમ્યા છે, જેમાં 18માં જીત અને 13માં હાર અને 11 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

પત્રકારો સામે આવશે કેપ્ટન કોહલી

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે પ્રસ્થાન કરતા પહેલા કોહલીની પ્રેસ કોન્ફરન્સમાં વિવાદ ઉભો થયા પછી બીસીસીઆઈનો (BCCI) પ્રથમવાર જવાબ સામે આવ્યો છે. મેનેજમેન્ટ ઈચ્છે છે કે કોહલી તેની 100મી ટેસ્ટ પહેલા મીડિયા સમક્ષ હાજર થાય. અમે એ પણ આશા રાખીએ છીએ કે તમે તેની 100મી ટેસ્ટની ઉજવણી પણ કરશો અને તેનાથી સંબંધિત પ્રશ્નો પૂછવા ઈચ્છશો.

ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ

પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)

બ્રેકગ્રાઉન્ડ

IND vs SA, 2nd Test : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટેસ્ટ મેચ જ્હોનિસબર્ગમાં રમાઇ રહી છે, ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ જીતીને સીરીઝમાં 1-0થી આગળ નીકળી ગઇ છે. ટેસ્ટી સીરીઝ બચાવવા માટે આફ્રિકાને બીજી ટેસ્ટ જીતવી જરૂરી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.