Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
IND VS SA: કાલે સાઉથ આફ્રિકા સામે ચોથી વન ડે, જાણો SAની ટીમ કેમ પહેરશે ગુલાબી જર્સી?
આ પ્રકારનું કરવા પાછળ એક અભિયાન છે. જેને દક્ષિણ આફ્રિકા, ક્રિકેટપ્રેમી અને આયોજકો કેટાલાક વર્ષોથી સમર્થન કરી રહ્યા છે. આ અભિયાનનું નામ છે #Pitchcupinpink.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેચને જોવા માટે હજારો દર્શકો ગુલાબી રંગના અલગ-અલગ ડ્રેસની ખરિદી કરી રહ્યા છે, તો બીજી તરફ સ્ટેડિયમની અંદર રોમાંચક આયોજનોની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. દક્ષિણ આફ્રિકાએ આ મેચને યાદગાર બનાવવા માટે તમામ પ્રયાસ કર્યા છે. જે ક્રિકેટપ્રેમી આ દિવસે ગુલાબી ડ્રેસ પહેરી સ્ટેડિયમ આવશે, તે રોમાંચક આયોજનમાં ભાગ લેશે.
નવી દિલ્લી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જ્હોનિસબર્ગમાં રમાનાર ચોથી વન ડે ગુલાબી રંગમાં જોવા મળશે. દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓના ડ્રેસથી લઈને, પિચને રોલ કરનાર રોલર અને પ્રેસ કૉંફ્રેસથી લઈને પુરસ્કાર સમારોહ દરમિયાન પાછળ લગાવવામાં આવતી વોલ પણ ગુલાબી રંગમાં જોવા મળશે. મેદાનમાં ઉપસ્થિત રહેનાર હજારો દર્શકો પણ અલગ-અલગ પ્રકારના ગુલાબી ડ્રેસમાં મેચ નિહાળતા જોવા મળશે. મહિલાઓને થનાર બ્રેસ્ટ કેંસર પ્રત્યે જાગૃતતા ફેલાવવા આ પ્રકારનું કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે.
દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડ, ખેલાડી અને એનજીઓ સાથે મળીને મહિલાઓને થનાર બ્રેસ્ટ કેંસર પ્રત્યે જાગૃતતા ફેલાવવા અને પૈસા એકઠા કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી કામ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે જ્યારે-જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ ગુલાબી રંગની જર્સીમાં મેચ રમે છે ત્યારે હંમેશા તેની જીત થાય છે. આ ગુલાબી જર્સીમાં તેમણે એક પણ મેચ નથી હારી. હવે જોવાનું એ રહેશે તે શનિવારે પિંક ડે પર ગુલાબી રંગ ફરિ એક વખત તેમના માટે ભાગ્યશાળી સાબિત થશે કે કેમ?
પિંક ડે માં ભાગ લેનારા લોકો સ્ટેડિયમ પાસે ફૈનવૉક પરેડમાં ભાગ લેશે. આમ કરીને આ લોકો દક્ષિણ આફ્રિકી ક્રિકેટ પ્રશંસકો અને સમગ્ર દેશને એક ખાસ સંદેશ આપશે. આ પિંક વૉક ક્રિકેટપ્રેમીઓને સ્ટેડિયમ અંદર પ્રવેશતા પહેલા પિંક-ડેની શરૂઆત કરાવશે. સ્ટેડિયમની અંદર ખાસ પ્રકારની બુલરિંગ બનાવવામાં આવી છે અને તેની બાલકની ખૂબ જ શાનદાર છે. આ બુલરિંગમાં સેલીબ્રિટી અને નામી હસ્તિઓ જોવા મળશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -