નવી દિલ્હીઃ આવતીકાલથી ભારતીય ટીમ બીજી ટેસ્ટ રમવા માટે જોહાનિસબર્ગના મેદાનમાં ઉતરશે. પ્રથમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકા સામે જીત મેળવ્યા બાદ બીજી ટેસ્ટમાં જીત પર નજર રહેશે. ભારત સાઉથ આફ્રિકામાં 3 ટેસ્ટ મેચ અને 3 વન-ડે મેચ રમશે. બન્ને દેશો વચ્ચે 26 ડિસેમ્બરે પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ હતી. બન્ને દેશો વચ્ચે આવતીકાલથી 3જી જાન્યુઆરી 2022થી બીજી ટેસ્ટ મેચની શરૂઆત થવાની છે. બીજી મેચ જોહાનિસબર્ગના વાંડરર્સમાં, અને ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમવામાં આવશે. જો તમે ક્રિકેટ સીરીઝ જોવા માંગતા હોય તો આ તમામ મેચોની લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટસ પરથી જોઇ શકો છો.
જોહાનિસબર્ગ ટેસ્ટ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન-
કેએલ રાહુલ
મયંક અગ્રવાલ
ચેતેશ્વર પુજારા
વિરાટ કોહલી (કેપ્ટન)
અજિંક્યે રહાણે
ઋષભ પંત (વિકેટકીપર)
શાર્દૂલ ઠાકુર
રવિચંદ્રન અશ્વિન
મોહમ્મદ શમી
જસપ્રીત બુમરાહ
મોહમ્મદ સિરાજ
ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
વન-ડે સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ મેચઃ 19 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી મેચઃ 21 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી મેચઃ 23 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
આ પણ વાંચો..........
CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી
IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ
વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા
UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા