નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પ્રથમ સેન્ચૂરિયન ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગ પુરી થઇ ગઇ છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 105.3 ઓવર રમીને 327 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી સૌથી વધુ કેએલ રાહુલે સદી ફટકારનીને મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. જ્યારે લુંગી એન્ગીડીએ ભારતના 6 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા. 


ભારત તરફથી સૌથી વધુ ઉપકેપ્ટન કેએલ રાહુલે બનાવ્યા, કેએલ રાહુલે 260 બૉલમાં 1 છગ્ગો અને 17 ચોગ્ગા સાથે 123 રન બનાવ્યા હતા. જોકે બીજા દિવસની રમતની શરૂઆતમાં જ કગિસો રબાડાના બૉલ પર આઉટ થતાં પેવેલિયન ભેગુ થવુ પડ્યુ હતુ. આ ઉપરાંત મયંક અગ્રવાલે 60 રન, અંજિક્યે રહાણેએ 48 રને કેપ્ટન કોહલીએ 35 રન બનાવ્યા હતા. 


સાઉથ આફ્રિકન બૉલિંગની વાત કરીએ તો, આફ્રિકા તરફથી સૌથી વધુ ઘાતક લુન્ગી એન્ગીડી સાબિત થયો હતો, લુંગી એન્ગીડીએ 6 વિકેટ ઝડપીને ભારતી ટીમને મોટો સ્કૉર કરતા રોકી દીધી હતી. આ ઉપરાંત રબાડા 3 વિકેટ અને માર્કે જેનસેનને એક વિકેટ મળી હતી. જોકે બે બૉલર વિકેટ લેવામાં સફળ થયો ન હતો.  


 




આ પણ વાંચો........


Sourav Ganguly Corona Positive: BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ


કોરોનાના પ્રકોપની વચ્ચે NCERT વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડશે, પાઠ્યપુસ્તકોને ‘હળવા’ કરવાની યોજના


Mutual Funds: કરોડપતિ બનવા માટે તમારે દરરોજ 100 રૂપિયા જમા કરાવવા પડશે, જાણો વિગતો


Indian Railways: ટ્રેનની ટિકિટ બુક કરાવવા પર મળશે 75% ડિસ્કાઉન્ટ, જાણો શું છે નિયમો અને કોણ લઈ શકે છે લાભ?


NCB Recruitment: NCBમાં નોકરીની સુવર્ણ તક, અરજી કરવાની છેલ્લી તારીખ ચૂકશો નહીં, આજે જ અરજી કરો


UPSC સાથે કામ કરવાની સુવર્ણ તક, અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આજે જ કરો અરજી