સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે કે જો કોઈ ટુર્નામેન્ટને રદ્દ કરી શકાય તેમ ન હોય તો મોટી સંખ્યામાં પ્રેક્ષકો વગર તેનું આયોજન કરવું જોઈએ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ જણાવ્યું છે કે બીસીસીઆઈને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી તરફથી નોટિફિકેશન મળ્યું છે. જો તેઓ પ્રેક્ષકો વગર મેચ રમાડવાનું કહેતા હોય તો અમારે તેમની વાત માનવી પડશે.
રિપોર્ટ્સ પ્રમાણે શ્રેણીની અંતિમ બે મેચ ખાલી સ્ટેડિયમમાં કરાવવાના નિર્ણય પછી બીસીસીઆઈ ટિકિટના પૈસા પાછા આપશે. આ પહેલા બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ ધર્મશાલામાં રમાઈ હતી. જે વરસાદના કારણે રદ થઈ છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO)કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે પૃષ્ટી કરી છે કે કુલ 73 મામલામાં 56 ભારતીય અને 17 વિદેશી છે.