એક દિવસની રજાને એન્જોય કરતા હેડ કોચ રવિ શાસ્ત્રી એન્ટીગુઆના કોકો બે બીચ પર ગયા અને ત્યાંની એક તસવીર ઇન્ટાગ્રામ પર પોસ્ટ કરી. આ તસવીર બાદ લોકો ફની મીમ્સ બનાવી શાસ્ત્રીને ટ્રોલ કરી રહ્યા છે. શાસ્ત્રીએ ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું કે,‘હોટ..હોટ..હોટ, આ સમય થોડો રસ(જ્યુસ) પીવાનો છે. કોકો બે રોક્સ ખૂબસૂરત છે.’ શાસ્ત્રીની આ પોસ્ટ થોડા જ સમયમાં ખૂબ વાયરલ થઈ ગઈ છે. આ પોસ્ટ સાથે શાસ્ત્રીએ એક તસવીર પણ શેર કરી છે.
ટ્રોલ કરતાં એક યુઝર્સે લખ્યું કે,‘જ્યુસ, બીયર પીએ ચલો’. જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે,‘દારૂ ઓછું પીજો. તમારી દારૂબાજીના ચક્કરમાં વર્લ્ડ કપ હારી ગયા છીએ.’ આ પછી સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ સતત રવિ શાસ્ત્રીને ટ્રોલ કરી રહ્યા છે.