IND vs WI: પ્રથમ વન ડે માટે ટીમ ઈન્ડિયાએ જાહેર કર્યા 12 ખેલાડીના નામ, જાણો કોને-કોને મળ્યું સ્થાન
પાંચમાં અને છઠ્ઠા નંબર પર રિષભ પંત અને મહેન્દ્ર સિંહ ધોની કરશે. કોહલીએ ટીમમાં ત્રણ સ્પિનરોને સામેલ કર્યા છે. રવિન્દ્ર જાડેજાનો ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્લેઇંગ 11માં ખલીલ અહમદ કે ઉમેશ યાદવમાંથી કોઈ એકનો મોકો આપવામાં આવી શકે છે. જ્યારે રિષભ પંતનું વન ડે ડેબ્યૂ નક્કી માનવામાં આવે છે. ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની મુખ્ય વિકેટકિપર તરીકે જોવા મળશે, જ્યારે પંત બેટ્સમેન તરીકે રમશે.
આ ઉપરાંત ટોપ ઓર્ડરમાં શિખર ધવન અને રોહિત શર્મા ભારતીય ઈનિંગની શરૂઆત કરશે. જ્યારે ત્રીજા નંબર પર કેપ્ટન કોહલી મેદાનમાં ઉતરશે. ચોથા નંબર પર અંબાતી રાયડૂને મોકો આપવામાં આવ્યો છે.
ગુવાહાટીઃ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી પ્રથમ વન ડે મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુવાહાટીમાં રમાનારા આ મુકાબલા માટે બીસીસીઆઈએ 12 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. 12મા ખેલાડી તરીકે ખલીલી અહમદને સામેલ કરવામાં આવ્યો છે.
કુલદીપ, જાડેજા, ચહલની સ્પિન ત્રિપુટી વિરોધી ટીમને હંફાવશે. જ્યારે ફાસ્ટ બોલિંગનું આક્રમણ મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ સંભાળશે.
પ્રથમ વન ડે માટે ભારતે જાહેર કરેલા 12 ખેલાડીઓના નામઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ખલીલ અહમદ
પ્રથમ વન ડે માટે BCCIએ જાહેર કરેલું 12 ખેલાડીનું લિસ્ટ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -