IND vs WI: ત્રીજા T20માં આ ત્રણ ખેલાડીની થઈ બાદબાકી, જાણો કોને મળ્યું સ્થાન
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે ત્રીનો અને અંતિમ ટી20 મેચ 11 નવેમ્બર એટલે કે રવિવારે ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઈએ બે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને સ્નિપર કુલદીપ યાદવને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. ત્રીજા ટી20 મેચ પહેલા સિદ્ધાર્થ કૌલને ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ બે ટી20 મેચ જીતીને સીરીઝ પોતાના નામે કરી લીધી છે. ત્યારે સિલેક્ટર્સ યુવા ખેલાડીઓને તક આપવા માગે છે.
ત્રીટી ટી20 માટે ટિમ ઇન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), મનીષ પાંડે, શ્રેયસ અય્યર, રિષભ પંત, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, શાહબાજ નદીમ, સિદ્ધાર્થ કૌલ
સિદ્ધાર્થ કૌલ આ પહેલા આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટી20માં ભારતીય ટીમમાં સામેલ હતા. અહીં તેને 2 મેચ રમવામી તક મળી હતી. સિદ્ધાર્થે અત્યાર સુધી રમાયેલ 2 ટી20 મેચમાં 3 વિકેટ પોતાના નામે કરી છે.
બીસીસીઆઈએ શુક્રવારે ત્રીજા ટી20 મેચ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરતાં ત્રણેય બોલરને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ ટી20 કોલકાતમાં રમાયો હતો જે ભારતે 5 વિકેટે જીત મેળવી હતી જ્યારે બીજો મેચ લખનઉમાં રમાયો હતો જેમાં ભારતે રોહિતની શાનદાર સેન્ચુરીના જોરે 71 રને જીત મેળવી હતી.