ત્રીજી વનડે પહેલા વિરાટ એન્ડ ટીમ જોવા મળી મસ્તીના મૂડમાં, જુઓ તસવીરો
abpasmita.in | 20 Dec 2019 10:28 PM (IST)
સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ રવિવારે કટકમાં રમાવાની છે.
કોટક: ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી મેચમાં વિન્ડિઝને હરાવીને ત્રણ મેચોની સીરિઝ 1-1 થી બરાબરી કરી લીધી છે. સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ કટકમાં રમાવાની છે. ટીમ ઈન્ડિયા ગુરુવારે ઓડિશા પહોંચી ગઈ હતી. બન્ને ટીમ વચ્ચે રવિવારે મેચ રમાશે. એવામાં શુક્રવારે પ્રેક્ટિસ ન કરતા ટીમ ઈન્ડિયાએ બ્રેક લીધો હતો. આ દરમિયાન ટીમ હળવાશના મૂડમાં જોવા મળી રહી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે ટીમના ખેલાડી સાથે એક દિવસની રજા વિતાવતો નજર આવી રહ્યાં છે. કોહલીએ લખ્યું કે, ‘એક દિવસની રજા અને એક ટીમના ખેલાડીઓ સાથે એક બપોર જોઈએ.’ ભારતે પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી મેચમાં એકતરફી રમતના દમ પર વિન્ડિઝને હરાવીને સીરીઝની બરાબરી કરી લીધી હતી.