રાહુલ દ્રવિડના આ 3 શિષ્યોએ કર્યો રનોનો ઢગલો, ઇંગ્લેન્ડમાં ફટકાર્યા 15 ચગ્ગા-51 ચોગ્ગા!
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ પ્રવાસ પર શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠલ ઇન્ડિયા-એ ટીમે ધૂમ મચાવી છે. ભારતીય ટીમે મંગળવારે લીસેસ્ટરમાં ટૂર મેચ દરમિયાન રનોનો વરસાદ કર્યો છે. 50-50 ઓવરની મેચમાં ઇન્ડિયા એએ 4 વિકેટ ગુમાવીને 458 રન બનાવ્યા હતા. જવાબમાં લીસેસ્ટરશાયરની ટીમે 40.4 ઓવરમાં 177 રનમાં ઓલઆઉટ થઈ હતી અને ઇન્ડિયા-એએ 281 રને જીત નોંધાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈન્ડિયા એના બેટ્સમેનોએ પોતાની ઈનિંગ દરમિયાન 15 સિક્સ અને 51 ફોર લગાવી હતી.
ઈન્ડિયા એની તરફથી મયંક અગ્રવાલે 106 બોલમાં 151 રન બનાવ્યા. પૃથ્વી સોએ પણ 90 બોલમાં 130 રનની ઈનિંગ રમી. શુભમન ગિલે 54 બોલમાં 86 રનની ઈનિંગ રમી.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર 496 રન બનાવવાનો રેકોર્ડ સરેના નામે છે. ઈન્ડિયા એ એશિયાની પહેલી ટીમ છે જેને 50 ઓવરમાં 450 રનોનો આંકડા પાર કર્યો છે.
નોંધનીય છે કે, ઈન્ડિયા એને લીસેસ્ટરશાયર વિરૂદ્ધ 50 ઓવરમાં 458 રન ફટકારી દીધા. લિસ્ટ એ ક્રિકેટમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -