ભારત અને પાકિસ્તાન મહિલા ટીમો વચ્ચે આગામી નવેમ્બરે ત્રણ વનડે મેચો માટે દ્વીપક્ષીય સીરીઝ રમાડવાની છે. જેને લઇને હવે પીસીબી તરફથી એક અધિકારીએ નિવેદન આપ્યુ છે કે, અમે ભારત તરફથી એક જવાબની રાહ જોઇ રહ્યાં છીએ, કેમકે ભારતીય બોર્ડે આ વર્ષે નવેમ્બર સુધી મહિલાઓની સીરીઝની મેજબાની કરવાની છે. હવે એવુ લાગી રહ્યું છે કે આ સીરીઝ પણ રદ્દ થઇ શકે છે, કેમકે હવે નથી લાગતુ કે ભારત પાકિસ્તાનની મહિલા ટીમની યજમાની કરવા તૈયાર હોય.
વળી, બીજીબાજુ બીસીસીઆઇએ પણ કહ્યું કે, અમે સરકારના જવાબની રાહ જોઇ રહ્યાં છીએ, સરકારની પરવાનગી વિના સીરીઝ માટે આગળ વધવુ મુશ્કેલ છે.
નોંધનીય છે કે, આ વર્ષે ભારત અને પાકિસ્તાની મહિલા ટીમો વચ્ચે નવેમ્બર મહિનામાં ત્રણ વનડે મેચોની સીરીઝનું આયોજન કરવાનું હતુ, જોકે, બીસીસીઆઇએ હજુ સુધી આ અંગ કોઇ પત્તુ ખોલ્યુ નથી.