અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 2023ના ડિસેમ્બરમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડતી થઈ જશે તેવું પ્રોજેક્ટના મેનેજિંગ ડાયરેક્ટર અચલ ખરેએ કહ્યું હતું. મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડનાર મેટ્રો હાલના ભાવ અનુસાર 1 લાક 70 હજાર કરોડના ખર્ચે દોડશે.

ગુરુવારે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. (NHSRCL)ના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખારેએ મીડિયાને જણાવ્યું કે, અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું વન-વે ભાડું 3000 રૂપિયા હશે.

મુંબઈના બાંદ્રા-કુરલા કોમ્પ્લેક્ષથી શરૂ થનારી બુલેટ ટ્રેનનું 35થી 40 ટકા કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે. બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનનો મુદ્દો આજે પણ પડકારજનક હોવાનું બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેનેજીંગ ડાયરેકટર અચલ ખરેએ સ્વીકાર્યું હતું.

નવસારી અને મહારાષ્ટ્રમાં હાલ અનેક જમીન મામલે વાટાઘાટો ચાલી રહ્યો છે. બીજી તરફ સાબરમતી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કરેલી બુલેટ ટ્રેન માટે વિશાળ ડેપો બનાવાશે. સરસપુર રેલવે યાર્ડ અને કાલુપર રેલવે સ્ટેશન વચ્ચે બની રહેલા બુલેટના ડેપો માટે સ્ટેશનની અનેક સુવિધાઓમાં પણ બદલાવ લાવવા પડશે.

બુલેટના રૂટ પર 1600 ઈલેક્ટ્રિક થાંભલા દૂર કરવામાં આવશે. ગુજરાતમાં 4000 વૃક્ષને બુલેટના માર્ગો પરથી અલગ સ્થળો પર ખસેડવામાં આવશે. જમીનની અંદર અને ઉપર 150 હાઈવોલ્ટેજ લાઇન પણ દૂર કરાશે. જમીનની અંદર 1000 કિલોમીટર સુધી અંડરગ્રાઉન્ડ ટ્રેન દોડી શકે તેવી વ્યવસ્થા.

2.07 કલાકમાં બુલેટ કાપશે 508 કિમીનું અંતર કાપશે. જાપાનની શિકાનસેનની ડિઝાઈન આધારે પ્રોજેક્ટ તૈયાર થશે. ભૂકંપ, વરસાદ અને કુદરતી આફતમાં બુલેટ ટ્રેન નહીં દોડે. સમગ્ર પ્રોજેકટમાં 55 લાખ મેટ્રિકટન સિમેન્ટ વપરાશે અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલ વપરાશે.

બુલેટ ટ્રેન પાછળ થયેલા વિલંબ માટે બુલેટ પ્રોજેક્ટના અધિકારીઓનું માનવું છે કે, વર્ષ 2011થી અમલી બનેલા જંત્રીના ભાવ કારણભૂત બની રહ્યા છે કારણ કે જંત્રીના કારણે અનેક જમીન માલિકોએ ભાવને લઈને કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા તો આ તરફ મહારાષ્ટ્રના પાલઘર અને થાણેમાં પણ સરકારના હસ્તક્ષેપ બાદ હાલ ટેન્ડરિંગની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે.