નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ ICC Worldcup 2019ને શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સના ફિલ્ડિંગ કોચ અને ક્રિકેટ વિશ્વના જાણીતા ક્રિકેટર જોહન્ટી રોડ્સે ટીમ ઈન્ડિયાના મિશન વર્લ્ડકપને લઇ એક મોટું નિવેદન આપ્યું છે.


રોડ્સે કહ્યું કે, વિરાટ કોહલીની ભારતીય ટીમ સંતુલિત ટીમ છે પરંતુ વર્લ્ડકપનું ફોર્મેટ ઓપન હોવાથી બાકીની શ્રેષ્ઠ ટીમોને પણ તક છે. ટુર્નામેન્ટમાં કેટલીક સારી ટીમો છે અને મેચના દિવસે હવામાન સહિતની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ કેવી પ્લેઇંગ ઇલેવન નક્કી કરે છે તેના પર નિર્ભર છે.

ભારત 5 જૂને, સાઉથ હેમ્પટનમાં સાઉથ આફ્રિકા સામે રમીને વર્લ્ડકપ અભિયાનનો પ્રારંભ કરશે. રોડ્સે કહ્યું કે, ભારતને આઈપીએલનો અનુભવ કામ લાગશે. જસપ્રીત બુમરાહ જેવા કેટલાક યુવા પ્લેયરોના પ્રદર્શન પર ટીમ ઈન્ડિયાનો સઘળો આધાર રહેશે. રેન્કિંગમાં સાતમા નંબર પર રહેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે પણ વન ડેમાં સારું પ્રદર્શન કર્યું છે. ડાર્ક હોર્સ તરીકે તેની પણ અવગણના કરી શકાય નહીં.

ઇંગ્લેન્ડમાં 1992નો વર્લ્ડકપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાયો હતો અને તે વખતે પાકિસ્તાન વિજેતા બન્યું હતું.

આઝાદ ભારતનો પ્રથમ આતંકી હિન્દુ હતો, કમલ હાસનનું વિવાદાસ્પદ નિવેદન

ઈન્ફોસિસ ફાઉન્ડેશનને લાગ્યો મોટો ફટકો, ગૃહ મંત્રાલયે રદ કર્યુ રજિસ્ટ્રેશન, જાણો વિગત

ઉજ્જૈનમાં પ્રિયંકા ગાંધીએ કોની સાથે મહાકાલની કરી પૂજા, જુઓ વીડિયો