ભારત એશિયા કપમાં સાતમી વખત ચેમ્પિયન, બાંગ્લાદેશને 3 વિકેટે હરાવ્યું
બાંગ્લાદેશ તરફથી હસન (32) કાયેસ (2), રહીમ (5), મિથુન (2) અને મહમદુલ્લાહ (4) લિટન દાસ (121) મોર્તઝા (7) નઝમુલ ઈસ્લામ (7 )સોમ્ય સરકાર (33) રુબેલ હસન (00) અને રહેમાન 2 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. આ પહેલા ભારતે ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 3, કેદાર જાદવે 2, ભુવનેશ્વર કુમાર અને ચહલ 1-1 વિકેટ મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલિટ્ટન દાસે આક્રમક બેટિંગ કરતા 87 બોલમાં 11 ફોર અને 2 સિક્સર સાથે 100 રન પુરા કરતા કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તે 121 રન બનાવી આઉટ થયો હતો.
બીજી ઈનિંગ્સમાં ભારતની શરૂઆત નબળી રહી છે. ધવન (15) અને રાયડુ (2) રોહિત શર્મા (48) દિનેશ કાર્તિક (37) ધોની (37) જાડેજા (23) ભુવનેશ્વર (21) રન બનાવી આઉટ થયા છે. બાંગ્લાદેશ 48.3 ઓવરમાં 222 રને ઓલ આઉટ થયું હતું. બાંગ્લાદેશ તરફથી લિટન દાસ શાનદાર 121 રન બનાવ્યા હતા. લિટન દાસની વન-ડેમાં આ પહેલી સદી છે.
દુબઈઃ બોલરોના ચુસ્ત પ્રદર્શન પછી રોહિત શર્મા સહિત બેટ્સમેનોના ઉમદા પ્રદર્શનની મદદથી ભારતે એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે 3 વિકેટે વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશ 48.3 ઓવરમાં 222 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 223 રન બનાવી લીધા હતા. કેદાર જાધવ 23 રને અણનમ રહ્યો હતો. આ જીત સાથે જ ભારત સાતમી વખત એશિયા કપમાં ચેમ્પિયન બનવા સફળ રહ્યું છે. ભારત આ પહેલા 1984, 1988, 1990-91, 1995, 2010 અને 2016માં ચેમ્પિયન બન્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -