Social Media Reactions On IND vs KUW Match: ભારતે SAFF ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ જીતી લીધી છે. આ રીતે ભારતીય ટીમે 9મી વખત SAFF ચેમ્પિયનશિપ જીતી છે. સુનીલ છેત્રીની આગેવાની હેઠળની ભારતીય ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને 5-4થી હરાવ્યું હતું. અગાઉ બંને ટીમો નિર્ધારિત સમય સુધી 1-1થી બરાબરી પર હતી, ત્યારબાદ મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી. પરંતુ વધારાના સમયમાં પણ બંને ટીમના ખેલાડીઓ ગોલ કરી શક્યા ન હતા. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા મેચનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


ગુરપ્રીત સિંહે ભારતને આ જીત અપાવી


ગોલકીપર ગુરપ્રીત સિંહે ભારતને આ જીત અપાવી હતી. તેણે પેનલ્ટી શૂટ-આઉટમાં શાનદાર પ્રદર્શન કરીને કુવૈતના કેપ્ટન ખાલિદ અલ ઇબ્રાહિમના અંતિમ શોટને રોક્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં બંને ટીમોને પાંચ-પાંચ ગોલ કરવાની પાંચ તક મળે છે. જે ટીમ આમાં ચૂકી જાય છે તે મેચ હારી જાય છે. નિર્ધારિત પાંચ શોટ પછી  બંને ટીમો ચાર-ચાર પર ટાઈ થઈ હતી. ભારત માટે ઉદંતા સિંહ અને કુવૈત માટે મોહમ્મદ અબ્દુલ્લા લક્ષ્ય ચૂકી ગયા. ચાર-ચાર ડ્રો પછી  સડેન ડેથનો વારો આવ્યો. આમાં, જે ટીમ ગોલ કરવામાં ચૂકી જાય છે તે સીધી હારી જાય છે. તેને બીજી તક મળતી નથી. સડન ડેથમાં ભારત તરફથી નૌરેમ મહેશ સિંહે ગોલ કર્યો હતો. તે જ સમયે કુવૈતના કેપ્ટન ખાલિદના શોટને ભારતના ગોલકીપર ગુરપ્રીત સિંહે રોક્યો હતો. 



ભારતીય કેપ્ટન સુનીલ છેત્રી સોશિયલ મીડિયા પર છવાયેલો છે



ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન સુનીલ છેત્રી ઉપરાંત મહેશ સિંહ, સુભાષીષ બોસ, લાલિયાનજુઆલા ચાંગટે અને સંદેશ ઝિંગને પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કર્યા હતા. જોકે, પેનલ્ટી શૂટઆઉટમાં દાંતા સિંહ પેનલ્ટી શૂટઆઉટ પર ગોલ ચૂકી ગયો હતો. ભારતની જીત બાદ કેપ્ટન સુનીલ છેત્રી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. સુનીલ છેત્રીએ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર રમત રમી હતી.