Commonwealth Games 2022: ભારતીય બોક્સર નિખત ઝરીને ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022ના 10મા દિવસે નિખત ઝરીને ભારત માટે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો. તેણે મહિલા લાઇટ ફ્લાય કેટેગરીની ફાઇનલમાં ઉત્તરી આયર્લેન્ડની કાર્લી મેકનોલને 5-0થી હરાવી.  કોમનવેલ્થ ગેમ્સમાં ટીમ ઈન્ડિયાનો આ 48મો મેડલ છે. જ્યારે બોક્સિંગમાં આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. રસપ્રદ વાત એ છે કે નિખતે પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીત્યો છે.


 






નિખતે પહેલા રાઉન્ડથી જ મજબૂત શરૂઆત કરી હતી અને તેને છેલ્લા રાઉન્ડ સુધી જાળવી રાખી હતી. તેણે આ મેચ 5-0થી જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે નિખતનો આ પહેલો મેડલ છે.


બૉક્સિંગમાં નીતૂએ જીત્યો ગૉલ્ડ


કૉમનવેલ્થ ગેમ્સ 2022નો આજે 10મો દિવસ છે, ભારતીય એથ્લીટોનુ શાનદાર પરફોર્મન્સ ચાલ છે. ભારત માટે વધુ એક ગૉલ્ડ બૉક્સિંગમાં આવ્યો છે. બૉક્સર નીતૂ સિંહે 45 થી 48 કિલોગ્રામ ભાર વજન વર્ગમાં ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. એટલુ જ નહીં ભારત માટે હૉકીમાં પણ મેડલ આવ્યુ છે. ભારતીય મહિલા હૉકી ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને બ્રૉન્ઝ મેડલ પર કબજો જમાવ્યો છે.


કોમનવેલ્થ ગેમ્સમાં આજે પણ ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે ટ્રીપલ જંપની રમતમાં એક સાથે ગોલ્ડ અને સિલ્વર મેડલ ભારતના ખાતામાં આવ્યો છે. ભારતના ખેલાડી એલ્ડોસ પૌલે ગોલ્ડ મેડલ અને અબ્દુલા અબુબકરે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.


ભારત ક્લિન સ્વિપ કરતાં રહી ગયુંઃ


પુરુષોની ટ્રિપલ જમ્પમાં ભારત માટે પોડિયમ પર તે એક-બે ફિનિશ છે કારણ કે એલ્ડોસ પૉલે 17.03 મીટરના શાનદાર જમ્પ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે અબ્દુલ્લા અબુબકરે 17.02 મીટર કૂદકો લગાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ રમતમાં તમામ મેડલ ભારતના ખેલાડી જીતી શક્યા હોત અને ભારત માટે ક્લીન સ્વીપ થઈ શક્યું હોત પરંતુ પ્રવીણ ચિત્રવેલ ચોથા ક્રમે રહ્યો હતો અને પોડિયમને વ્હિસકરથી ચૂકી ગયો હતો.