નવી દિલ્હીઃ ભારતીયી ટીમ સતત ત્રીજીવાર વર્લ્ડકપની ફાઇનલ રમી રહી છે. ગઇકાલે માન્ચેસ્ટરના મેદાનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિ ફાઇનલ રમાઇ, જોકે વરસાદી વિઘ્નના કારણે મેચ પુરી થઇ શકી ન હતી. હવે આજે ફરીથી અધુરી મેચ શરૂ થવાની છે. જાણો ક્યાંથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ...


પહેલી સેમિ ફાઇનલ મેચ, 9 જુલાઇ બાદ હવે રિઝર્વ ડે (10 જુલાઇએ) ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટરના એમાયરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.



ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગે શરુ થશે, (ગઇકાલે ટૉસ જીતીને ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. કિવી ટીમ 46.1 ઓવરમાં 211/5ના સ્કૉરે હતી) આજે રિઝર્વ ડેના દિવસે અધુરી મેચ શરૂ થશે.

જો તમે મેચનુ લાઇવ બ્રૉડકાસ્ટિંગ જોવા માંગતા હોય તો Star Sports 1, Star Sports 1 HD પરથી જોઇ શકો છો, હિન્દી કૉમેન્ટ્રી માટે Star Sports 3 અને Star Sports 3 HD પર જઇ શકો છો.


બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન
ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ.



ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમસન (કેપ્ટન), રૉસ ટેલર, ટૉમ લાથમ, જેમ્સ નીશામ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિશેલ સેન્ટનર, લૂકી ફર્ગ્યૂસન, મેટ હેનરી, ટ્રેન્ટ બૉલ્ટ.