જો આજે પણ વરસાદ પડે અને આજે ન્યૂઝીલેન્ડ એક પણ બોલ ન રમે અને ભારતે બેટિંગ કરવાનો સમય આવે તો ભારતે ડીએલએસ પ્રમાણે 46 ઑવરમાં 237 રનનો ટાર્ગેટ મળશે. જો વધારે વરસાદ પડે અને સમય ઓછો રહે તો તો ડીએલએસ પ્રમાણે ભારતને 20 ઑવરમાં 148 રનનો ટાર્ગેટ મળશે.
જો કે વર્લ્ડ કપ-19માં સેમિ-ફાઇનલની મેચો માટે રીઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો કે આ અંતિમ ઉપાય હશે. મેચમાં જ્યારે વરસાદ આવશે ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 46.1 ઑવરમાં 5 વિકેટે 211 હતો. રોસ ટેલર 67 રન અને ટૉમ લેથમ 3 રન બનાવીને રમી રહ્યા છે. ન્યૂઝીલેન્ડે આ મેચમાં ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, પરંતુ ભારતીય બૉલરો સામે ન્યૂઝીલેન્ડ સારી બેટિંગ કરી શક્યું નહીં અને તેની રમત ઘણી જ ધીમી રહી.
વરસાદને કારણે ઓછી ઓવર રમવાનો વારો આવે તો ડીએલએસ નિયમ પ્રમામે ભારતને આ રીતનો ટાર્ગેટ મળી શકે છે. 46 ઓવર - 237 રન, 40 ઓવર - 223 રન, 35 ઓવર - 209 રન, 30 ઓવર - 192 રન, 25 ઓવર - 172 રન, 20 ઓવર - 148 રન