નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો આવ્યો છે પરંતુ હજુ પણ દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા એક કરોડ 9 લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા કલાકમાં 12,194 હજાર નવા કેસ નોંધાયા અને 92 લોકોના મોત થયા હતા. જ્યારે 11,106 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.


આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોનાથી કુલ કેસ વધીને એક કરોડ 9 લાખ 4 હજાર થઈ ગઈ છે. મૃત્યુઆંક 1 લાખ 55 હજાર 642 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી એક કરોડ 6 લાખ 11 હજાર લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશ હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 37 હજાર છે.

ICMR અનુસાર, દેશમાં 13 ફેબ્રુઆરી સુધી કોરોના વાયરસના કુલ 20 કરોડ 62 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 7 લાખ સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

રાહતની વાત એ છે કે, દેશમાં મૃત્યુદર અને એક્ટિવ કેસ દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાથી મૃત્યુ દર 1.43 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.32 ટકા છે. એક્ટિવ કેસ 1.25 ટકા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 92 કોરોના ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત થયા છે. પરંતુ દેશમાં એવા 17 રાજ્યો છે જ્યાં એક પણ કોરોના સંક્રમિત દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી.

દેશમાં અત્યાર સુધીમાં 82.63 લાખથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને