ICC Rankings: વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાને થયો ફાયદો, પરંતુ ટેસ્ટમાં.....
દુબઈઃ આઈસીસી દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક રેન્કિંગ અપડેટમાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટમાં અને ઇંગ્લેન્ડે વન-ડે ક્રિકેટમાં નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. આઈસીસીના નિવેદન મુજબ રેન્કિંગ અપડેટ ૨૦૧૫-૧૬ની સિરીઝોના પરિણામોને હટાવ્યા બાદ કરવામાં આવી હતી અને ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના પરિણામોના ૫૦ પોઇન્ટ સામેલ કરાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2019 વર્લ્ડ કપમાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. ઈંગ્લેન્ડ વન-ડેમાં પહેલા નંબર પર છે. પરંતુ ભારત આ અંતરને ઓછુ કરવામાં સફળ રહ્યું છે. ભારત હવે માત્ર બે પોઈન્ટ દૂર છે. ટેસ્ટ રેન્કિંગમાં ભારત અને બીજા સ્થાન પર ન્યૂઝિલેન્ડ વચ્ચે અંતર આઠથી માત્ર બે પોઈન્ટનું જ રહ્યું છે.
પોઇન્ટ ટેબલમાં એક માત્ર બદલાવ ઇંગ્લેન્ડની ટીમનો થયો છે જે ૧૦૫ પોઇન્ટ સાથે ચોથા ક્રમે પહોંચી ગઈ છે જ્યારે ઓસ્ટ્રેલિયાને છ પોઇન્ટનું નુકસાન થતાં ૯૮ પોઇન્ટ સાથે પાંચમાં ક્રમે ધકેલાઈ ગઈ છે કારણ કે તેઓએ ૨૦૧૫-૧૬માં પાંચમાંથી ચાર સિરીઝ જીતી હતી જેની ગણતરી કરાઈ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -