નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ટેનિસ મહાસંઘે સુરક્ષા સમીક્ષા કરી હતી અને ત્યાર બાદ પાકિસ્તાન વિરુદ્ધ યોજાનાર ભારતના ડેવિસ કપ મુકાબલાને નવેમ્બર સુધી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ડેવિસ કપ ટેનિસ મેચ 14 અને 15 સપ્ટેમ્બરે ઈસ્લામાબાદમાં યોજાવાની હતી.


આઈટીએફના એક નિવેદન પ્રમાણે, સ્વતંત્ર વિશેષજ્ઞ સુરક્ષા સલાહકારો દ્વારા પાકિસ્તાન સાથેના હાલના સંબંધોને કારણે સુરક્ષા સમીક્ષા બાદ ડેવિસ કપ સમિતિએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસ્લામાબાદમાં 14 અને 15 સપ્ટેમ્બરે યોજાનાર ડેવિસ કપ એશિયા/આશિયાના ગ્રુપના એક મુકાબલાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો.


સમિતિએ નિર્ણય પર પહોંચી છે કે હાલની જે પરિસ્થિતિ છે તેના જોતા આઈટીએફની પ્રાથમિકતા છે પહેલા ખેલાડીઓ તેમની સુરક્ષા. અધિકારીઓ અને દર્શકોની સુરક્ષા. આઈટીએફે કહ્યું કે, આ મેચ હવે નવેમ્બરમાં યોજાશે અને આ માટેની તારીખ હવે 9 સપ્ટેમ્બરે કરવામાં આવશે.


આઈટીએફે કહ્યું કે, આઈટીએફ પાકિસ્તાનની સ્થિતિ પર ચાંપતી નજર નાખી રહ્યું છે અને ડેવિસ કપ સમિતિ મુકાબલાને લઈને સુરક્ષા સ્થિતિના પુન: મૂલ્યાંકન માટે ફરી એકવાર બેઠક કરશે.