ટીમ ઇન્ડિયાની આ મેચ હતી ફિક્સ, જાણો ક્યા ખેલાડીઓ હતા સ્પોટ ફિક્સિંગમાં સામેલ....
ફક્ત ઇંગ્લેન્ડ જ નહીં ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ ઉપર પણ સ્પોટ ફિક્સિંગના આરોપ લગાવ્યા છે. આઈસીસીના રડાર પર ચાલી રહેલો કથિત મેચ ફિક્સર અનીલ મુનવરે દાવો કર્યો છે કે 2011થી 2012 દરમિયાન 6 ટેસ્ટ, 6 વન-ડે અને 3 ટી-20 મેચમાં ફિક્સિંગ થયાં હતાં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ સ્પોટ ફિક્સિંગના આરોપોને ખોટા ગણાવ્યા છે. ટૂંકમાં જ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ આ મુદ્દે નિવેદન જારી કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ડોક્યુમેન્ટ્રીનું નામ ‘ક્રિકેટના મેચ ફિક્સર્સ: ધ મુનવર ફાઇલ્સ’ છે. જેમાં કહેવાયું છે કે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ લોર્ડ્સ ટેસ્ટ, 2011માં રમાયેલ દક્ષિણ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા કેપ ટાઉન ટેસ્ટ પર શંકા છે. 2011ના વર્લ્ડ કપની પાંચ મેચ અને 2012માં શ્રીલંકામાં યોજાયેલ ટી-20 વર્લ્ડ કપમાં ત્રણ મેચમાં ફિક્સિંગનો દાવો કરવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટ્રીમાં 2012માં યૂએઈમાં ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાયેલ ત્રણ ટેસ્ટ મેચોમાં પણ સ્પોટ ફિક્સિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
2014ના ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ ઇન્ડિયાએ લોર્ડ્સના મેદાનમાં યજમાન ટીમને હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. અલ ઝઝીરા ચેનવે દાવો કર્યો છે કે આ મેચ ફિક્સ હતી. અલ ઝઝીરાએ રવિવારે એક ડોક્યુમેન્ટ્રીમાં દાવો કર્યો છે કે આ મેચમાં સ્પોટ ફિક્સિંગ થયું હતું અને તેમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓ સામેલ હતા. જોકે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આરોપોને ફગાવી દીધા છે. અલ ઝઝીરા ચેનલે દાવો કર્યો છે કે 15 મેચમાં 26 વખત સ્પોટ ફિક્સિંગ થયું હતું. જેમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનના ક્રિકેટર સામેલ હતા.
નવી દિલ્હીઃ અંગ્રેજી સમાચાર ચેનલ અલ-ઝઝીરાએ ક્રિકેટમાં સ્પોટ ફિક્સિંગને લઈને પોતાની બીજી ડોક્યૂમેન્ટ્રી જારી કરી છે. જેમાં તેણે 2011થી 2012ની વચ્ચેના અંદાજે 15 આંતરરાષ્ટ્રીય મેચ ફિક્સ હોવાની વાત કહી છે. ત્યારે આઈસીસીએ ચેનલને પૂરાવા શેર કરવા માટે કહ્યું છે. અલ ઝઝીરાએ પોતાની ડોક્યૂમેન્ટ્રીમાં અનીલ મુનાવર નામની વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ડી કંપની માટે કામ કરતો હતો. ચેનલ અનુસાર આ વ્યક્તિ ભારતની એક વ્યક્તિને ફિક્સ થયેલ મેચની જાણકારી આપતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -